ગુજરાતટ્રેન્ડિંગ

કલોલમાં સંતાન પ્રાપ્તિની લાલચમાં 6 માસના બાળકનું અપહરણ, પોલીસે ઉકેલ્યો ભેદ

  • ગાંધીનગર પોલીસે ગણતરીના કલાકોમાં અપહરણનો ભેદ ઉકેલ્યો
  • અજાણી મહિલાના ચંગૂલમાંથી બાળકને હેમખેમ છોડાવ્યો
  • સાયબર સર્વેલન્સની ટીમો તાત્કાલિક કામે લાગી

ગાંધીનગર જિલ્લાના કલોલ નજીક છત્રાલ રોડ પર પાનોટ ગામની સીમમાં રહેતા એક પરિવારના માત્ર 6 માસના બાળક શાહરુખનું દિવાળીના તહેવાર દરમિયાન ખરીદી કરીને પરત ફરતી વખતે અપહરણ થયાની ચકચારી ઘટના સામે આવી હતી.

પોલીસે ગણતરીના કલાકોમાં અપહરણનો ભેદ ઉકેલ્યો

જોકે ગાંધીનગર પોલીસે ગણતરીના કલાકોમાં અપહરણનો ભેદ ઉકેલી અજાણી મહિલાના ચંગૂલમાંથી બાળકને હેમખેમ છોડાવ્યો હતો.

એક અજાણી સ્ત્રી તેમના 6 માસના પુત્ર શાહરુખને લઈ ગઇ

કલાબહેન મીર તેમના પરિવાર સાથે કલોલ ફરવા ગયા હતા અને બપોરે આશરે 2.30 વાગ્યાના અરસામાં છત્રાલ બ્રિજ નજીક લસ્સીની લારી પાસે બેઠા હતા. કલાબહેન બામ લેવા મેડિકલ સ્ટોર તરફ ગયા હતા. આ દરમિયાન લીલા કલરની સાડી પહેરેલી એક અજાણી સ્ત્રી તેમના 6 માસના પુત્ર શાહરુખને લઈને છત્રાલ બ્રિજ તરફ જતી રહી હતી. કલાબહેન પરત આવતાં બાળક ન મળતાં અપહરણની જાણ થઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદ પોલીસે ક્યુ આર કોડ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો

Back to top button