કચ્છ - સૌરાષ્ટ્રકૃષિગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગયુટિલીટી

રાજકોટ જિલ્લાના 41 ગામો થશે નર્મદા નીરથી નવપલ્લવિત: “સૌની” યોજનાના રૂ. 129.67 કરોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત

રાજકોટ, 26 જુલાઇ 2025: Water facility રાજકોટ તાલુકાના સરધાર ગામ ખાતે નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ આયોજિત કાર્યક્રમમાં “સૌની” યોજનાના રૂ. 129.61 કરોડના વિકાસ કાર્યોનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

પાણી માટે વલખા ન મારવા પડે તેવો દ્રઢ સંકલ્પ કોણે કર્યો?

ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં સૌરાષ્ટ્રમાંથી ઉનાળાના સમયમાં પાણી ન મળતાં ખેડૂતો અને માલધારીઓએ હિજરત કરવી પડતી, અનેક બહેનો-દીકરીઓએ પીવાના પાણી માટે પણ દૂર-દૂર સુધી જવું પડતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી પદે આવતાં જ લોકોને પાણી માટે વલખા ન મારવા પડે તેવું આયોજન કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. જેના ફળ સ્વરૂપે પહેલાં નર્મદા ડેમ, ત્યાર બાદ કેનાલ અને 17 ફેબ્રુઆરી, 2014માં “સૌની યોજના” થકી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણી લાવવાની યોજનાને અમલમાં મૂકી હતી.

સૌરાષ્ટ્રની ધરતી હરિયાળી બનાવી શકાઇ

આજે ચાર લિંક દ્વારા આ યોજના થકી સૌરાષ્ટ્રની ધરતીને હરિયાળી બનાવાઈ છે. “સૌની” યોજનાની લિંક-1 દ્વારા મચ્છુ-2થી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેમ સુધી 208 કિ.મી. લાંબી પાઇપલાઇન થકી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, તો લિંક-2 દ્વારા લીંબડીના ભોગાવોથી અમરેલી સુધી 299 કિલોમીટર, લિંક-3 દ્વારા ધોળીધજા ડેમથી દ્વારકાના સોરઠી ડેમ સુધી 299 કિ.મી. અને લિંક-4 દ્વારા લીમડીના ભોગાવો ડેમ-2 થી ગીર સોમનાથના હિરણ-2 ડેમને 565 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વાર જોડવાની કામગીરી થઈ રહી છે.

rjt-HDNEWS

ડેમો, ચેકડેમ, તળાવને પણ આ યોજના સાથે જોડાશે

આ સાથે જ મૂળ પાઇપલાઇનથી બંને બાજુ ત્રણ કિલોમીટર સુધીના વિસ્તારમાં આવતા કોઈ પણ બાકી રહેતા ડેમો, ચેકડેમ, તળાવને પણ આ યોજના સાથે જોડવામાં આવી રહ્યા છે. જે આયોજન અંતર્ગત જ લિંક-3 માંથી ત્રંબા પાસે પંપીંગ સ્ટેશન ઊભું કરીને અલગ-અલગ 3(ત્રણ) પાઇપલાઇન નેટવર્ક થકી રાજકોટ તાલુકાના 30 ગામ, કોટડાસાંગાણી તાલુકાના 8 ગામ અને જસદણ તાલુકાના 3 ગામ મળી કુલ 41 ગામોને સિંચાઇ માટે નર્મદાના નીર આપવા “સૌની” યોજના અંતર્ગત જોડવામાં આવશે. આ યોજના થકી અંદાજીત  145.164 કિલોમીટર લંબાઇની પાઇપલાઇન દ્વારા  કુલ 2100 હેક્ટર (5190 એકર) જમીનને સિંચાઇના પાણીનો લાભ મળશે.

નરેન્દ્ર મોદીનું વર્ષ 2001થી ભગીરથ કાર્ય

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈની દૂરંદેશીનું ઉત્તમ ઉદાહરણ “સૌની” યોજના છે. કાર્યક્રમમાં સાંસદ પરસોતમ રૂપાલાએ કહ્યું હતું કે, નર્મદાના નીરનો લાભ સમગ્ર ગુજરાતને મળે તે માટે નરેન્દ્રભાઈએ દૂરંદેશીભર્યું આયોજન કરી વર્ષ 2001થી જ અથાક પ્રયત્નો દ્વારા ભગીરથ કાર્ય કર્યું છે. જેના ફળ સ્વરૂપે આજે લોકોને ઘર આંગણે તેમજ સિંચાઈ માટે નર્મદાનું પાણી મળી રહ્યું છે.

આ પણ વાંચો: એક શિક્ષિત છોકરી પરિવારને તારે! ના, એ તો ગામને, રાજ્યને અને દેશને પણ તારે! એવી છે સુરભિની મહાગાથા

આગેવાનો અને ગ્રામજનોની હાજરી

આ પ્રસંગે સાંસદ રામભાઈ મોકરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, અધિક્ષક ઇજનેર પ્રેક્ષાબેન ગોસ્વામી, પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા, અગ્રણીઓ લાખાભાઈ સાગઠીયા સહિત અધિકારીઓ, કર્મચારીઓ, આગેવાનો અને આજુબાજુના ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

સૌની યોજનાનો લાભ આ ગામોને મળી શકશે

રાજકોટ તાલુકાના લોધીડા, કાથરોટા, પાડાસણ, લાખાપર, રાજસમઢીયાળા, અણીયાળા, સર, નવાગામ, ચિત્રાવાવ, ઢાંઢણી, ઢાંઢીયા, ડેરોઇ, ગોલીડા, સાજડીયાળી લીલી, સાજડીયાળી સુકી, ભુપગઢ, વડાલી, લોઠડા, સરધાર, ભંગડા, ભાયાસર, ખારચીયા, હલેન્ડા, હરિપર, મકનપર, બાડપર, ઉમરાળી, હોડથલી, રામપરા, હડમતીયા એમ કુલ 30 ગામો, કોટડાસાંગાણી તાલુકાના પીપલાણા, ભાડુઇ, રાજપરા, નારણકા, ભાડવા, દેવળીયા, પાંચ તલાવડા, જુના રાજપીપળા એમ કુલ 08 ગામો તેમજ જસદણ તાલુકાના બોધરાવદર (ફાડદંગ), ગઢડીયા, વીરનગર એમ કુલ ૦3 ગામો મળીને કુલ ૪૧ ગામોના લોકોને “સૌની” યોજનાનો લાભ મળશે.

આ પણ વાંચો:ફૈજાન મને અક્ષય નામ ધારણ કરીને મળ્યો હતો અને જલાલુદ્દીન છાંગુરના નેટવર્ક સુધી લઈ ગયોઃ એક મહિલાની આપવીતી

આ પણ વાંચો:‘તમે સરહદનું રક્ષણ કરો, અમે તમારા પરિવારનું ધ્યાન રાખીશું…’ કારગિલ વિજય દિવસ નિમિત્તે સૈનિકોને શું ખાસ ભેટ મળી?

Back to top button