15 દિવસમાં 40,700 કરોડ, શું વિદેશી રોકાણકારોનો ભારતમાં વિશ્વાસ વધી રહ્યો છે?
- વિદેશી રોકાણકારોને ભારતીય શેરબજારની લત લાગી ગઈ
- ફેબ્રુઆરીમાં FPIsએ શેરમાં રૂ. 1,539 કરોડનું કર્યું હતું રોકાણ
નવી દિલ્હી, 17 માર્ચ: વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)એ આ મહિના (માર્ચ)ના પ્રથમ પખવાડિયામાં ભારતીય શેરબજારોમાં રૂ. 40,710 કરોડનું રોકાણ કર્યું છે. મેક્રોઇકોનોમિક પરિદ્રશ્ય(Macroeconomic Scenario)માં સુધારો અને સ્થાનિક મોરચે મજબૂત આંકડાને કારણે FPIs ભારતીય શેરો તરફ આકર્ષિત થઈ રહ્યા છે. ડિપોઝિટરી ડેટા અનુસાર, અગાઉ ફેબ્રુઆરીમાં FPIsએ શેરમાં રૂ. 1,539 કરોડનું રોકાણ કર્યું હતું. તે જ સમયે, જાન્યુઆરીમાં તેઓએ રૂ. 25,743 કરોડના શેર વેચ્યા હતા. અમેરિકામાં બોન્ડ યીલ્ડ(Bond Yields)માં ફેરફારને કારણે FPIs તેમની વ્યૂહરચના બદલી રહ્યા છે. અમેરિકામાં બોન્ડ પરની યીલ્ડ ફરી વધી હોવાથી FPIs આગામી દિવસોમાં ફરી વેચવાલી(વેચાણ) કરી શકે છે.
FPIs તેમની વ્યૂહરચનામાં કરી રહ્યા છે બદલાવ
જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે. વિજયકુમારે જણાવ્યું હતું કે USમાં બોન્ડ યીલ્ડમાં ફેરફારને કારણે FPIs તેમની વ્યૂહરચનામાં બદલાવ લાવી રહ્યા છે. અમેરિકામાં બોન્ડ પરની યીલ્ડ ફરી વધી હોવાથી FPIs આગામી દિવસોમાં ફરી વેચવાલી(વેચાણ) કરી શકે છે. મોર્નિંગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઇન્ડિયાના રિસર્ચ મેનેજર, એસોસિયેટ ડિરેક્ટર હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “ગ્લોબલ ઇકોનોમિક આઉટલૂકમાં સુધારાને કારણે FPIs ભારત જેવા બજારો તરફ વળ્યા છે. આ સિવાય માર્કેટમાં તાજેતરના કરેક્શને(Correction) પણ તેમને રોકાણ કરવાની તક આપી છે.
વિદેશી રોકાણકારોએ લોન અથવા બોન્ડ માર્કેટમાં રૂ. 10,383 કરોડનું કર્યું રોકાણ
શેર ઉપરાંત, FPIs (વિદેશી રોકાણકારો)એ સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન લોન (Debt) અથવા બોન્ડ માર્કેટમાં રૂ. 10,383 કરોડનું રોકાણ કર્યું છે. લોન અથવા બોન્ડ માર્કેટ વિશે વાત કરીએ તો, બ્લૂમબર્ગે આવતા વર્ષે 31 જાન્યુઆરીથી ઇમર્જિંગ માર્કેટ (EM) લોકલ કરન્સી ગવર્નમેન્ટ ઇન્ડેક્સમાં ભારતીય બોન્ડનો સમાવેશ કરવાની જાહેરાત કરી છે. આ કારણે FPI બોન્ડ માર્કેટમાં નાણાંનું રોકાણ કરી રહ્યા છે. અગાઉ, તેઓએ ફેબ્રુઆરીમાં બોન્ડ માર્કેટમાં રૂ. 22,419 કરોડ, જાન્યુઆરીમાં રૂ. 19,836 કરોડ અને ડિસેમ્બરમાં રૂ. 18,302 કરોડ મૂક્યા હતા. એકંદરે, આ વર્ષે અત્યાર સુધીમાં FPIsએ ભારતીય શેરબજારમાં રૂ. 16,505 કરોડનું રોકાણ કર્યું છે. આ સમયગાળા દરમિયાન તેમણે લોન માર્કેટમાં 52,639 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
આ પણ જુઓ: ક્રિકેટ અને ચૂંટણી બંનેની વ્યસ્ત સીઝન શરૂ થઈ રહી છે, કોણ હાવી રહેશે?