ગુજરાત

ગુજરાતની ફાર્મા કંપનીઓએ રોકાણકારોની ઇન્વેસ્ટમેન્ટની હેલ્થ વધારી, જાણો કેવી રીતે

Text To Speech
  • ભારતીય શેર બજારોમાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન મોટાભાગે તેજીનો માહોલ
  • ફાર્મા કંપનીઓના સ્ટોક્સમાં 30%થી લઈને 80% જેવો નોંધપાત્ર ઉછાળો
  • મિડકેપ કંપનીઓમાં રોકાણકારોને તગડું વળતર મળ્યું છે

ગુજરાતની ફાર્મા કંપનીઓએ રોકાણકારોની ઇન્વેસ્ટમેન્ટની હેલ્થ વધારી છે. જેમાં ચાલુ નાણાકીય વર્ષમાં ગુજરાતી ફાર્મા કંપનીઓના સ્ટોક્સ 80% જેવા વધ્યા છે. ફાર્મા કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 560 કરોડથી રૂ. 18,460 કરોડનો વધારો થયો છે. ઑક્ટોબર 26થી અત્યાર સુધીમાં, ઇન્ડેક્સ લગભગ 9% વધ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત: સુરતમાં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ 

ભારતીય શેર બજારોમાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન મોટાભાગે તેજીનો માહોલ

ભારતીય શેર બજારોમાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન મોટાભાગે તેજીનો માહોલ રહ્યો છે. ખાસ કરીને સ્મોલ અને મિડ કેપ કંપનીઓમાં વધુ રોકાણ થયું છે. વિદેશી રોકાણ હોય કે પછી ડોમેસ્ટિક ઇન્સ્ટીટયુશન્સ દ્વારા થયેલા બહોળા રોકાણનો રિટેલ ઈન્વેસ્ટર્સને પણ ફાયદો થયો છે. ફાઇનાન્શિયલ યર 2023-24માં ફાર્માસ્યુટિકલ્સ અને હેલ્થકેર કંપનીઓએ સારું વળતર આપ્યું છે. ખાસ કરીને બીજા ત્રિમાસિક ગાળામાં સારા પરિણામોના કારણે તેમ FIIનું રોકાણ વધ્યું છે જેના કારણે ગુજરાતની ફાર્મા કંપનીઓના સ્ટોક્સમાં 30%થી લઈને 80% જેવો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. ટોરેન્ટ અને ઝાયડસ જેવી લાર્જ કેપ કંપનીની સરખામણીએ લિંકન અને એરિસ જેવી મિડકેપ કંપનીઓમાં રોકાણકારોને તગડું વળતર મળ્યું છે.

આ પણ વાંચો: ગિરનારની લીલી પરિક્રમા વહેલી પૂર્ણ, જાણો કેમ ભાવિકો બહાર નીકળવા માટે ધસી પડયા

રોકાણ વધવાથી કંપનીઓના માર્કેટ કેપિટલાઈઝેશનમાં પણ વધારો થયો

ગુજરાતી ફાર્મા કંપનીઓના આંકડા જોઈએ તો એપ્રિલ-નવેમ્બર દરમિયાન રોકાણ વધવાથી કંપનીઓના માર્કેટ કેપિટલાઈઝેશનમાં પણ વધારો થયો છે. હેલ્થકેર સાથે જોડાયેલી ગુજરાતી કંપનીઓના માર્કેટ કેપમાં ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. 560 કરોડથી લઈને રૂ. 18,460 કરોડ સુધીનો વધારો થયો છે. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મજબૂત પરિણામોના ટેકે 17માંથી 14 ટ્રેડિંગ સત્રોમાં પોઝિટિવ ટ્રેડિંગ કરીને નવી ઓલ-ટાઇમ હાઈ બનાવ્યો હતો. ઑક્ટોબર 26થી અત્યાર સુધીમાં, ઇન્ડેક્સ લગભગ 9% વધ્યો છે.

Back to top button