ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

વિદેશી મુદ્રા ભંડારમાં જોરદાર ઉછાળો, 10.5 અબજ ડોલરના વધારા સાથે અનામત 636 અબજ ડોલર સુધી પહોંચ્યું

Text To Speech

નવી દિલ્હી, 15 માર્ચ : વિદેશી મુદ્રા ભંડારમાં(Foreign Currency Reserves) જોરદાર ઉછાળો આવ્યો છે. 8 માર્ચ, 2024ના રોજ પૂરા થતા સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વ $10 બિલિયનથી વધુ વધીને $636.09 બિલિયન પર પહોંચી ગયું છે. ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ હવે $645 બિલિયનના અગાઉના ઐતિહાસિક રેકોર્ડથી માત્ર $9 બિલિયન દૂર છે.

15 માર્ચ, 2024 ના રોજ, ભારતીય રિઝર્વ બેંકે વિદેશી વિનિમય અનામતનો ડેટા જાહેર કર્યો છે. આ ડેટા અનુસાર, 8 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 10.47 અબજ ડોલર વધીને 636.095 અબજ ડોલર થઈ ગયું છે. જે અગાઉના સપ્તાહમાં 635.62 અબજ ડોલર હતો. આ સમયગાળા દરમિયાન વિદેશી ચલણની સંપત્તિમાં 8.12 અબજ ડોલરનો વધારો થયો છે અને તે 562.35 અબજ ડોલર પર આવી ગયું છે.

આરબીઆઈના ડેટા અનુસાર આ સમયગાળા દરમિયાન સોનાના ભંડારમાં પણ વધારો થયો છે. સોનાનો ભંડાર $2.29 બિલિયન વધીને $50.71 બિલિયન થયો છે. SDRમાં 31 મિલિયન ડોલરનો વધારો થયો છે અને તે 18.21 અબજ ડોલર છે. IMF પાસે અનામત $19 મિલિયન વધીને $4.81 બિલિયન થઈ ગયું છે.

Back to top button