ટ્રેન્ડિંગમનોરંજનલાઈફસ્ટાઈલવર્લ્ડવીડિયો સ્ટોરી

VIDEO: શું તમારા પણ લગ્ન નથી થઈ રહ્યા? તો આ મેરેજ માર્કેટમાં જઈને આવો

  • શાંઘાઇમાં એવી મેરેજ માર્કેટ છે કે જ્યાં લોકો પોતાના માટે પતિ-પત્ની શોધવા આવે છે

ચીન, 10 માર્ચ: લોકો મેરેજ સાઇટ્સ પર લગ્ન માટે પતિ અને પત્નીની શોધ કરે છે અથવા સંબંધીઓની મદદ લે છે. આ ઉપરાંત બીજી ઘણી પદ્ધતિઓ છે, જેમાં મેરેજ બ્યુરો પણ લગ્નનું આયોજન કરે છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે લોકો વર-કન્યા શોધવા માટે બજારમાં જતા હોય. અત્યાર સુધી તમે કપડાની બજાર, શાક માર્કેટ અને બીજા ઘણા પ્રકારના બજારો વિશે સાંભળ્યું જ હશે, પરંતુ તમે આજ સુધી આવા બજાર વિશે સાંભળ્યું નહીં હોય જ્યાં લોકો પોતાના માટે પતિ-પત્ની શોધવા જાય છે. જી હા, ચીનમાં એક એવું જ માર્કેટ છે જ્યાં પતિ-પત્નીના સોદા થાય છે. એક માણસ એવા બજારમાં પહોંચે છે જ્યાં લોકો પોતાના માટે પતિ-પત્ની શોધવા આવ્યા હોય છે. ઘણા લોકો તેમના બાળકો માટે પણ વર અને કન્યા શોધવા માટે આ બજારમાં આવે છે.

 

 

View this post on Instagram

 

A post shared by Harry Jaggard (@harryjaggard)

લોકો પતિ-પત્નીને શોધવા બજારમાં પહોંચ્યા!

આ માર્કેટનો વીડિયો એક વ્યક્તિએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “હું ચીનના શાંઘાઈમાં પત્ની શોધી રહ્યો છું.” વીડિયો શેર કરનારા વ્યક્તિનું નામ હેરી જેગાર્ડ(Harry Jaggard) છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે હેરી ચીનના શાંઘાઈની મેરેજ માર્કેટમાં આવ્યો છે. આ માર્કેટમાં માતા-પિતા અને દાદા-દાદી બજારમાં તેમના બાળકો માટે પતિ-પત્ની શોધી રહ્યા છે. જે લોકો બજારમાં સોદો કરવા તૈયાર છે તેઓ તેમના હાથમાં પ્લેકાર્ડ પર તેમની લાયકાત લખીને ઉભા છે. હેરી બજારમાં જીમ નામના માણસને મળે છે, જેને તે તેના માટે કન્યા શોધવાનું કહે છે. જીમ હેરીને કહે છે કે તે પણ કન્યા શોધવા તે બજારમાં આવ્યો છે.

બ્લોગર મેરેજ માર્કેટમાં કન્યા શોધવા નીકળ્યો!

વીડિયોમાં, એક વ્યક્તિ હેરીને જોતાની સાથે જ તેને છોડવાનો સંકેત આપે છે. આ પછી, હેરી કેટલીક છોકરીઓને મળે છે, જેમને જીમ પૂછે છે કે, તેઓ હેરી વિશે શું વિચારે છે. છોકરીઓ સાંભળતા જ હેરીને ના પાડી દે છે. પછી હેરી, નિરાશા થઈને બીજી વ્યક્તિ પાસે પહોંચે છે. તે માણસ તેને પૂછે છે કે, તે ક્યાંનો છે. હેરી સમજાવે છે કે તે યુનાઇટેડ સ્ટેટ્સનો છે. હેરી આ વ્યક્તિને કહે છે કે, તે પોતાના માટે પત્નીની શોધમાં અહીં આવ્યો છે. આ સાંભળીને તે વ્યક્તિ હસવા લાગે છે અને તેને શુભકામનાઓ આપે છે.

આ પણ જુઓ: જમીનથી કેટલીક ફૂટ ઊંચાઈએ આકાશમાં ઉડતા પ્લેન પર અચાનક પડી વીજળી, જુઓ વીડિયો

Back to top button