ટ્રેન્ડિંગનેશનલમીડિયાવર્લ્ડ

113 વર્ષ જૂનો પત્ર 31400000 રૂપિયામાં વેચાયો, તેમાં લખી હતી ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી

બ્રિટન, 27 એપ્રિલ 2025:   ટાઇટેનિક જહાજ પર એક મુસાફર દ્વારા લખાયેલો પત્ર બ્રિટનમાં એક હરાજીમાં રેકોર્ડ કિંમતે વેચાયો છે. કર્નલ આર્ચીબાલ્ડ ગ્રેસીનો આ પત્ર એક ગુપ્ત ખરીદદારે 3.41 કરોડ રૂપિયા (300,000 પાઉન્ડ) માં ખરીદ્યો હતો. આ હરાજી રવિવારે ઈંગ્લેન્ડના વિલ્ટશાયરમાં ‘હેનરી એલ્ડ્રિજ એન્ડ સન’ ઓક્શન હાઉસમાં થઈ હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પત્રની શરૂઆતની અંદાજિત કિંમત લગભગ 60,000 પાઉન્ડ હતી, પરંતુ તે કિંમત કરતાં પાંચ ગણી વધુ કિંમતે વેચાઈ ગયો. આ પત્રને ‘ભવિષ્યવાણી’ કહેવામાં આવી રહ્યો છે કારણ કે તેમાં કર્નલ ગ્રેસીએ તેમના એક મિત્રને લખ્યું હતું કે ‘આ જહાજ સારું છે પરંતુ અમે તેના વિશે કોઈ નિર્ણય લેતા પહેલા અમારી મુસાફરીના અંત સુધી રાહ જોઈશું.’

આ પત્ર 10 એપ્રિલ, 1912ના રોજ લખાયો હતો, જે દિવસે કર્નલ ગ્રેસી ટાઇટેનિકમાં સવાર થયા હતા. પાંચ દિવસ પછી, જહાજ એક હિમશિલા સાથે અથડાયું અને ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયું. આ અકસ્માતમાં લગભગ 1,500 લોકોએ જીવ ગુમાવ્યા. કર્નલ ગ્રેસી ફર્સ્ટ ક્લાસ પેસેન્જર હતા અને તેમણે કેબિન નંબર C51 પરથી આ પત્ર લખ્યો હતો. આ પત્ર બીજા દિવસે, ૧૧ એપ્રિલના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો, જ્યારે ટાઇટેનિક આયર્લેન્ડના ક્વીન્સટાઉન (હવે કોવ) ખાતે રોકાયું હતું. આ પત્ર પર ૧૨ એપ્રિલનો લંડન પોસ્ટમાર્ક પણ હતો.

હરાજી ગૃહ અનુસાર, આ ટાઇટેનિક સંબંધિત અત્યાર સુધીનો સૌથી મોંઘો પત્ર વેચાયો 

બચી ગયા પછી, કર્નલ ગ્રેસીએ ‘ધ ટ્રુથ અબાઉટ ધ ટાઇટેનિક’ નામનું પુસ્તક લખ્યું, જેમાં તેમણે અકસ્માતનો પોતાનો અનુભવ શેર કર્યો. તેમણે કહ્યું કે ઠંડા પાણીમાં પલટી ગયેલી લાઇફબોટમાં સવાર થઈને તે કેવી રીતે બચી ગયા. જોકે, લાઇફબોટ સુધી પહોંચેલા ઘણા લોકો ઠંડી અને થાકને કારણે મૃત્યુ પામ્યા. આ અકસ્માતમાં કર્નલ ગ્રેસી બચી ગયા, પરંતુ તેમની તબિયત ઘણી બગડી ગઈ. બાદમાં તેઓ કોમામાં ગયા અને ડાયાબિટીસના કોમ્પલિકેશનને કારણે 4 ડિસેમ્બર 1912 ના રોજ તેમનું અવસાન થયું.

Back to top button