ઝુબિન ગર્ગના મૃત્યુ પછી પણ પત્ની ગરિમા સેંથામાં સિંદૂર કેમ કરે છે? કર્યો ભાવુક ખુલાસો

નવી દિલ્હીઃ 12 માર્ચ, 2026: Zubeen Garg Wife: અસમમાં ચૂંટણીના માહોલ વચ્ચે એક મીડિયા કાર્યક્રમમાં દિવંગત સિંગર ઝુબિન ગર્ગને યાદ કરવામાં આવ્યા ત્યારે સૌની આંખો ભીની થઈ ગઈ હતી. આ કાર્યક્રમમાં ઝુબિન ગર્ગની પત્ની ગરિમા સૈકિયા ગર્ગ પહોંચી હતી અને તેમના માથામાં સિંદૂર કરેલું હતું. દરેક વ્યક્તિનું ધ્યાન તેમના સેંથામાં ભરેલા સિંદૂર પર ગયું, જે તેમના અતૂટ પ્રેમની ગવાહી આપી રહ્યું હતું.
રિવાજો તોડીને કેમ લગાવે છે સિંદૂર?
સામાન્ય રીતે હિન્દુ પરંપરાઓમાં પતિના અવસાન બાદ પત્ની સિંદૂર લગાવવાનું છોડી દેતી હોય છે, પરંતુ ગરિમાનો નિર્ણય આ સામાજિક રિવાજોથી ઉપર છે. તેમણે આ પાછળનું હૃદયસ્પર્શી કારણ જણાવતા કહ્યું હતું કે, “મેં ઝુબિનને વચન આપ્યું હતું અને તેમનો હાથ મારા માથા પર રાખીને કહ્યું હતું કે- તમે મને જે આ તિલક (સિંદૂર) લગાવ્યું છે, તેને હું આ જન્મ અને આ આખા જીવન માટે હંમેશા લગાવીને રાખીશ. જ્યાં સુધી આપણે ફરીથી ન મળીએ અને તમે ફરીથી તમારા હાથે મને સિંદૂર ન લગાવો, ત્યાં સુધી આ મારા માથા પર આમ જ સજાવેલું રહેશે. આ હંમેશા રહેશે, હંમેશા તાજું.”
ઝુબિન ગર્ગનો એ ‘રહસ્યમય’ ડર
ગરિમાએ ઝુબિનના જીવન સાથે જોડાયેલું એક રહસ્ય પણ શેર કર્યું. તેમણે જણાવ્યું કે ઝુબિન છેલ્લા કેટલાક વર્ષોથી એક વાત ખૂબ ગંભીરતાથી કહેતા હતા: “મને સમયથી ડર લાગે છે.” ગરિમાએ ઉમેર્યું કે, “તેઓ કહેતા હતા કે મને ફક્ત સમયથી ડર લાગે છે, બીજા કોઈથી નહીં. હવે આ વાતનો શું અર્થ હતો, તે મને આજે પણ સમજાતું નથી.”
બેફિકર અંદાજ: 50થી વધુ ફ્લાઇટ્સ કરી હતી મિસ
ઝુબિન ગર્ગના સ્વભાવ વિશે વાત કરતા ગરિમાએ જણાવ્યું કે તેઓ ખૂબ જ શાંત અને બેફિકર હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ઝુબિન સાહેબે જીવનમાં કેટલી ફ્લાઇટ્સ મિસ કરી હશે? ત્યારે ગરિમાએ હસતા મુખે કહ્યું, “તેમણે 50થી વધુ ફ્લાઇટ્સ મિસ કરી હતી. પરંતુ તેઓ કહેતા કે કંઈ નહીં થાય, બીજી ફ્લાઇટ પકડી લઈશું.”
નોંધનીય છે કે, 19 સપ્ટેમ્બર 2025ના રોજ સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ દરમિયાન ઝુબિન ગર્ગનું નિધન થયું હતું. તેમના અચાનક અવસાનથી મનોરંજન જગત અને તેમના ચાહકોમાં ઊંડો શોક વ્યાપી ગયો હતો.
આ પણ વાંચોઃ ઈરાન યુદ્ધ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી મુંબઈ પહોંચ્યું પહેલું તેલ જહાજ , ભારત માટે રાહતના સંકેત –VIDEO
આ પણ વાંચોઃ જાણીતા ચાઈલ્ડ આર્ટિસ્ટ હરિ મુરલીનું અવસાન, 50થી વધુ ફિલ્મોમાં કર્યુ છે કામ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












