ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ભારત અમારા પક્ષમાં છે: રશિયા સાથેના જંગ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું મોટું નિવેદન

નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર 2025: રશિયા અને યુક્રેન યુદ્ધ ત્રણ વર્ષથી પણ વધારે સમયથી ચાલી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ જંગને રોકવાની માથાકૂટમાં ઉતરેલા છે. પણ હજુ સુધી તેમને પણ કોઈ સમાધાન મળ્યું નથી. આ દરમ્યાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ભારતને લઈને મોટું નિવેદન આપ્યું છે.

યુક્રેની રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રશિયા સાથે જંગની વચ્ચે ભારતને લઈને કહ્યું કે તે મોટા ભાગે અમારા પક્ષમાં છે. એનર્જીને લઈને અમારી વચ્ચે મતભેદ છે, પણ તેને મેનેજ કરી શકાય છે.

ઝેલેન્સ્કીએ કહ્યું કે, યૂરોપને ભારત સાથે મજબૂત સંબંધ બનાવવા જોઈએ. આપણે ભારતને નજરઅંદાજ ન કરી શકીએ. એટલું જ નહીં ઝેલેન્સ્કીએ આ અગાઉ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને જણાવ્યું હતું કે, ચીનને રશિયા પર પ્રેશર બનાવવું જોઈએ, જેથી તે યુદ્ધ રોકી શકે. તેમણે કહ્યું કે, જો ચીન સાચે જ ઈચ્છે તો આ યુદ્ધ ખતમ થઈ જાય તો તેમણે રશિયા પર પ્રેશર બનાવવું જોઈએ. ચીન વિના પુતિનનું રશિયા કંઈ નથી. પણ તે કાયમ મોઢામાં મગ ભરીને બેસી રહે છે.

ઝેલેન્સ્કીએ ટ્રમ્પના નવા વલણ પર શું કહ્યું?

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા અને યુક્રેન યુદ્ધ પર કહ્યું કે, અમેરિકા હવે જંગ ખતમ થયા બાદ યુક્રેનને સુરક્ષાની ગેરેન્ટી આપવા તૈયાર છે. તેના પર ઝેેલેનેસ્કીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તેમને નવાઈ લાગી, પણ તેમણે આ એક સકારાત્મક સંકેત માન્યો કે ટ્રમ્પ અને અમેરિકાનો જંગ અંત સુધી યુક્રેન સાથે રહેશે.

આ પણ વાંચો: ભારતને કોઈ પણ ટીમ હરાવી શકે: આજની રોમાંચક મેચ પહેલા બાંગ્લાદેશી કોચનો ધમંડ જોવા મળ્યો  

Back to top button