યુટ્યુબ શોર્ટ્સ કે ઇન્સ્ટાગ્રામ રીલ્સ, કમાણીમાં કોણ છે નંબર વન?

Number one in earnings?: આજના ડિજિટલ યુગમાં શોર્ટ વીડિયો કન્ટેન્ટે ક્રિએટર્સ માટે કમાણી અને લોકપ્રિયતાના નવા રસ્તા ખોલ્યા છે. ખાસ કરીને યુટ્યુબ શોર્ટ્સ અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ બંને પ્લેટફોર્મ યુવાનોમાં ખુબ જ લોકપ્રિય બન્યા છે. પરંતુ મોટાભાગના લોકોના મનમાં સવાલ રહે છે કે વધુ કમાણી કયા પ્લેટફોર્મ પરથી થાય છે?
જો વાયરલ થવાની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ રીલ્સ નવા ક્રિએટર્સ માટે વધારે ફાયદાકારક સાબિત થાય છે. ઇન્સ્ટાગ્રામનું એલ્ગોરિધમ નવા એકાઉન્ટ્સને પણ સારી રીચ આપે છે, જેના કારણે ઓછા સમયમાં લાખો વ્યૂઝ મળી શકે છે. એટલે જ ઘણા નવા યુઝર્સ ઝડપથી લોકપ્રિયતા મેળવે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
બીજી તરફ યુટ્યુબ શોર્ટ્સ થોડું અલગ રીતે કામ કરે છે. શરૂઆતમાં ગ્રોથ ધીમી લાગી શકે છે, પરંતુ એકવાર ચેનલ આગળ વધે પછી વીડિયોઝ લાંબા સમય સુધી વ્યૂઝ આપતા રહે છે. એટલે કે YouTube પર કન્ટેન્ટની લાઈફ વધારે લાંબી હોય છે.
કમાણીની વાત કરીએ તો યુટ્યુબ શોર્ટ્સ હાલમાં આગળ છે. યુટ્યુબ શોર્ટ્સ માટે એડ રેવેન્યુ શેરિંગની સુવિધા આપે છે, જેના કારણે ક્રિએટર્સને સીધી કમાણી થાય છે. ઉપરાંત, ચેનલ મોનેટાઇઝ થયા બાદ Super Chat, Membership અને Sponsorship જેવા વિકલ્પો પણ ખુલ્લા થાય છે.
ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર સીધી કમાણીના વિકલ્પો હજી મર્યાદિત છે. અહીં મોટાભાગની આવક Brand Deals, Sponsored Content અને Affiliate Marketing દ્વારા થાય છે. એટલે ઇન્સ્ટાગ્રામ પર કમાણી માટે વ્યક્તિગત બ્રાન્ડિંગ ખુબ મહત્વનું બને છે.
જો લાંબા ગાળાની સ્થિર આવક અને કરિયર બનાવવા માંગતા હો તો યુટ્યુબ શોર્ટ્સ વધુ વિશ્વસનીય માનવામાં આવે છે. જ્યારે ઇન્સ્ટાગ્રામ રીલ્સ ઝડપથી ફેમ અને વાયરલિટી માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.
નવા ક્રિએટર્સ માટે શ્રેષ્ઠ સલાહ એ છે કે બંને પ્લેટફોર્મનો ઉપયોગ કરો. ઇન્સ્ટાગ્રામ તમને ઝડપથી ઓળખ અપાવશે, જ્યારે YouTube લાંબા ગાળે કમાણીનો મજબૂત આધાર બની શકે છે.
આ પણ વાંચો : કળીયુગ ખતમ થશે? કલ્કિ અવતાર અંગે પુરાણોમાં ચોંકાવનારી ભવિષ્યવાણી












