‘ટૉક્સિક’ના ટીઝરમાં યશની ધમાકેદાર સરપ્રાઇઝ, ડબલ રોલની ચર્ચા તેજ; ‘ધુરંધર 2’ સાથે ક્લેશ પર સ્પષ્ટ સંદેશ

સાઉથ સુપરસ્ટાર Yashની અપકમિંગ ફિલ્મ Toxicનું ઓફિશિયલ ટીઝર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ છે. અગાઉ ફિલ્મમાં યશનો ઇન્ટ્રોડક્શન સીન જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ હવે 1 મિનિટ 55 સેકન્ડનું પૂરું ટીજર સામે આવ્યું છે. ટીજર ખૂબ જ વાઇલન્ટ છે અને તેની કેટલીક દૃશ્યો નબળા દિલના લોકો માટે અસ્વસ્થતા પેદા કરી શકે છે. તેમ છતાં, યશના ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
યશે ફેન્સને આપી મોટી સરપ્રાઇઝ
ટીજરની શરૂઆતમાં યશનો હાથ દેખાય છે, જેમાં તેઓ કાચનો ગ્લાસ અને દારૂ પકડીને ઉભા છે. ત્યારબાદ ઇન્ટિમેટ અને હિંસક દૃશ્યો સાથે યશની પાછળથી ઝલક જોવા મળે છે. તેમની આંખોમાં લાલ ગુસ્સો અને ખતરનાક ગેઝ દર્શાવવામાં આવ્યો છે.
લગભગ 1 મિનિટ 30 સેકન્ડ સુધી યશ દાઢી સાથે દેખાય છે, પરંતુ અંતમાં તેમનો ક્લીન-શેવ લુક જોવા મળે છે. ઘણા ચાહકો માટે આ મોટો સરપ્રાઇઝ રહ્યો છે, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી યશ દાઢીવાળા લુકમાં જ જોવા મળ્યા છે. તેમના નવા લુકને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે.
‘ધુરંધર 2’ સાથે ક્લેશ
ટીજરના અંતે ફિલ્મની રિલીઝ તારીખ 19 માર્ચ 2026 જાહેર કરવામાં આવી છે, જે Dhurandhar 2 સાથે સીધો ક્લેશ દર્શાવે છે. અગાઉ એવી અફવાઓ હતી કે ‘ધુરંધર 2’ની ભારે માંગને ધ્યાનમાં રાખીને ‘ટૉક્સિક’ની રિલીઝ મુલતવી રાખી શકાય, પરંતુ હવે મેકર્સે સ્પષ્ટ કરી દીધું છે કે ફિલ્મ નક્કી કરેલી તારીખે જ આવશે.
શું યશ ડબલ રોલમાં?
ટીજર બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ‘ટૉક્સિક’માં યશ ડબલ રોલમાં જોવા મળી શકે છે. એક લુકમાં તેઓ લાંબા વાળ અને દાઢી સાથે છે, જ્યારે અંતમાં ક્લીન-શેવ લુકમાં દેખાય છે. કેટલાક ચાહકો ‘પિતા-પુત્ર’ થિયરી પણ આગળ મૂકી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, “યશ ડેડી અને સનનો રોલ કરી રહ્યા છે.”
કેટલાક લોકો તો એમ પણ કહી રહ્યા છે કે ક્લીન-શેવ લુકમાં યશ સાઇડ પ્રોફાઇલથી સૂર્યકુમાર યાદવ જેવા દેખાય છે.
ફેન્સ વચ્ચે સોશિયલ મીડિયા પર ટકરાવ
ટીજરના કોમેન્ટ સેક્શનમાં ‘ધુરંધર 2’ અને ‘ટૉક્સિક’ના ચાહકો વચ્ચે ચર્ચા અને ટકરાવ પણ જોવા મળી રહ્યો છે. એક ફેને લખ્યું, “જંગ થશે તો જીતશે રોકી ભાઈ.” તો અન્ય એકે લખ્યું કે તે બંને ફિલ્મો વચ્ચે ક્લેશ નથી ઈચ્છતો, કારણ કે બંને ફિલ્મો બ્લોકબસ્ટર સાબિત થઈ શકે છે.
હવે 19 માર્ચ 2026ના બોક્સ ઓફિસ મુકાબલાની રાહ જોવાઈ રહી છે, જ્યાં ‘ટૉક્સિક’ અને ‘ધુરંધર 2’ વચ્ચે કડક ટક્કર જોવા મળી શકે છે.
આ પણ વાંચો : ‘પ્રેમના નામે દીકરીઓની ફસાવી તો..’, લગ્ન નોંધણીના બિલને લઈને હર્ષ સંઘવીનું મોટું નિવેદન












