ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલઃ ઓસ્ટ્રેલિયા 212 રનમાં ઓલઆઉટ, રબાડાની 5 વિકેટ

લોર્ડ્સ, તા. 11 જૂન, 2025: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઇનલ મુકાબલો લોર્ડ્સમાં દક્ષિણ આફ્રિકા અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની શરૂઆત નબળી થઈ હતી. ઉસ્માન ખ્વાજા ખાતું પણ ખોલી શક્યો નહોતો.

પ્રથમ સત્રમાં 67ના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી ચૂકેલા ઓસ્ટ્રેલિયાને એક વિશાળ ભાગીદારીની જરૂર હતી. સ્ટીવ સ્મિથ અને બ્યુ વેબસ્ટરે મોરચો સંભાળ્યો હતો. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 79 રનની ભાગીદારી થઈ હતી. આ દરમિયાન, સ્મિથ 112 બોલમાં 66 રનની ઇનિંગ રમી હતી. એલેક્સ કેરીએ 23, કેપ્ટન પેટ કમિન્સે એક, મિશેલ સ્ટાર્કે એક રન બનાવ્યા. જ્યારે નાથન લાયન ખાતું પણ ખોલી શક્યો નહોતો.

પ્રથમ ઇનિંગ્સમાં રબાડાએ કુલ પાંચ વિકેટ ઝડપી હતી. તેઓ દક્ષિણ આફ્રિકા માટે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ચોથા બોલર બનન્યો હતો.. તેમના નામે 332 વિકેટ નોંધાઈ છે. આ મામલે તેમણે એલન ડોનાલ્ડને પાછળ છોડી દીધા હતો. ડોનાલ્ડે 330 વિકેટ ઝડપી હતી.

ઓસ્ટ્રેલિયા ડિફેન્ડિંગ ચેમ્પિયન પણ છે. તેણે 2023માં ભારતને ફાઇનલમાં હરાવીને ખિતાબ જીત્યો હતો.

આ પણ વાંચોઃ ખુદને બ્લેક બ્રેડ પિટ ગણાવતા આ ક્રિકેટરે 500થી વધુ મહિલાઓ સાથે બાંધ્યો હતો સંબંધ

Back to top button