દક્ષિણ આફ્રિકામાં અંધાધૂંધ ફાયરિંગ, 12થી વધુના મોત અનેક ઈજાગ્રસ્ત

Mass Shooting In Johannesburg: દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પૂર્વમાં આવેલા ક્લેવલેન્ડમાં અંધાધૂધ ગોળીબારની ઘટના બની છે. આ ફાયરિંગની ઘટનામાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા અને નવ લોકો ઈજાગ્રસ્ત હોવાના અહેવાલ મળી રહ્યા છે.
BREAKING NEWS: 12 people were killed and nine others wounded in mass shooting at Jumpers Informal Settlement in Cleveland, Johannesburg
👉 Authorities said more than 10 heavily armed suspects opened fire at several locations within the settlement before fleeing pic.twitter.com/spTbrMvRzX
— THEGRANDMABOY (@TheGrandmaBoy) June 10, 2026
દક્ષિણ આફ્રિકન પોલીસે આ ઘટના અંગે જણાવ્યું હતું કે, સ્થાનિક સમય અનુસાર મંગળવારે (09 જૂન 2026)ની રાત્રે 11:10 વાગ્યાની આસપાસ જમ્પર્સ અનૌપચારિક વસાહતમાં ગોળીબારની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ તેમજ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
પોલીસે જણાવ્યું હતું કે સફેદ ટોયોટા ક્વોન્ટમ વાહનમાં 10થી વધારે શંકાસ્પદો ઉતર્યા હતા. હુમલાખોરો બે રસ્તાઓ દ્વારા વિસ્તારમાં ઘૂસ્યા હતા, વિસ્તારમાં ફરીને એક જ વાહનમાં ભાગી જતા પહેલા રહેવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. હુમલાનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી, અને કોઈની ધરપકડ કરવામાં આવી નથી. અધિકારીઓએ શંકાસ્પદોની શોધ શરૂ કરી છે અને લોકોને માહિતી માટે અપીલ કરી રહ્યા છે.











