CPL 2026 : 47 વર્ષીય બોલરે તોડ્યો નારાયણનો રેકોર્ડ, રચ્યો ઈતિહાસ
CPL 2026 : કેરેબિયન પ્રીમિયર લીગ 2026 (CPL 2026) નો ક્વોલિફાયર-2 મુકાબલો બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમ ખાતે રમાયો હતો. આ મેચમાં ગયાના એમેઝોન વોરિયર્સના કેપ્ટન ઇમરાન તાહિરે જમૈકા કિંગ્સમેન સામે માત્ર 1 વિકેટ ઝડપીને એક મોટો ઈતિહાસ રચી દીધો છે. તાહિર હવે વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ઓલરાઉન્ડર સુનિલ નરેનનો રેકોર્ડ તોડીને CPL ના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. જોકે, આ મેચમાં ગયાનાની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, જેથી વર્તમાન ટૂર્નામેન્ટમાં તેમની સફરનો અંત આવ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સુનિલ નરેનનો રેકોર્ડ તોડી તાહિર બન્યો નંબર-1
ઇમરાન તાહિરે સુનિલ નરેનને પાછળ છોડીને કેરેબિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં સૌથી સફળ બોલર બનવાનું ગૌરવ મેળવ્યું છે:
ઇમરાન તાહિર: 102 મેચમાં 146 વિકેટ
સુનિલ નરેન: 136 મેચમાં 145 વિકેટ
ડ્વેન બ્રાવો: 107 મેચમાં 129 વિકેટ
જેસન હોલ્ડર: 124 મેચમાં 121 વિકેટ
આન્દ્રે રસેલ: 125 મેચમાં 112 વિકેટ
આ પણ વાંચો:ઘરમાં ચાંદીના ગણેશ રાખવા કેટલા શુભ છે? જાણો સાચી દિશા અને મહત્વપૂર્ણ નિયમો
CPL 2026 માં પણ સૌથી વધુ વિકેટ મેળવનાર બોલર
40+ ની વયે પણ T20 ફોર્મેટમાં તાહિરે શાનદાર પ્રદર્શન જાળવી રાખ્યું છે. આ સીઝનમાં તેણે 12 મેચોમાં કુલ 16 વિકેટ ઝડપી છે. હુનૈન શાહ અને મેથ્યુ ફોર્ડે પણ 16-16 વિકેટ લીધી છે, પરંતુ તાહિરનો ઇકોનોમી રેટ સૌથી શ્રેષ્ઠ હોવાથી તે લિસ્ટમાં ટોચ પર છે.
હેટમાયરની સદી એળે ગઈ, જમૈકા કિંગ્સમેન ફાઇનલમાં
ક્વોલિફાયર-2 મેચમાં જમૈકા કિંગ્સમેને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો:
ગયાનાનો વિશાળ સ્કોર: ગયાના એમેઝોન વોરિયર્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 206 રન ખડક્યા હતા. જેમાં શિમરોન હેટમાયરે માત્ર 45 બોલમાં અણનમ 102 રન ની તોફાની સદી ફટકારી હતી.
જમૈકાનો રોમાંચક વિજય: 207 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી જમૈકાની ટીમે આક્રમક રમત દાખવી હતી. કીસી કાર્ટી (56 રન), માઝ સદાકત (41 રન) અને કેપ્ટન રોવમેન પોવેલે માત્ર 17 બોલમાં અણનમ 40 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. જમૈકાએ 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો અને ભવ્ય વિજય સાથે CPL 2026 ની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.
આ પણ વાંચો:દિવાળી પર રેલ મુસાફરોને મોટી ભેટ! દિલ્હી અને વારાણસી વચ્ચે દોડશે વંદે ભારત સ્લીપર ટ્રેન












