પશ્વિમ એશિયા સંઘર્ષ થશે સમાપ્ત ? અમેરિકી અધિકારીઓનો દાવો : ઈરાન તેના સમૃદ્ધ યુરેનિયમ ભંડાર અમેરિકાને સોંપશે

West Asia Conflict : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા કરાર હેઠળ ઈરાન તેના સમૃદ્ધ યુરેનિયમ ભંડારને સોંપવા માટે સંમત થયું છે. ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, અમેરિકી અધિકારીઓએ આ દાવો કર્યો છે. કરારની સંપૂર્ણ વિગતો હજુ સુધી જાણીતી નથી, અધિકારીઓ કહે છે કે, અમેરિકાએ શરૂઆતમાં ઈરાન પાસેથી તેના યુરેનિયમ ભંડાર અંગે સ્પષ્ટ પ્રતિબદ્ધતા માંગી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાન અને અમેરિકા વચ્ચેના પ્રસ્તાવિત કરારનો એક મુખ્ય પાસું તેહરાન દ્વારા તેના અત્યંત સમૃદ્ધ યુરેનિયમ ભંડારને સોંપવાની સ્પષ્ટ પ્રતિબદ્ધતા છે. વ્હાઇટ હાઉસના અધિકારીઓએ આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ટ્રમ્પે કરી જાહેરાત, પરંતુ હજુ પણ અનિશ્વિતતા
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે, અમેરિકા યુદ્ધનો અંત લાવવા અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે ઈરાન સાથે કરારની નજીક છે. જો કે, તેમણે કોઈ વિગતો આપી ન હતી. આ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં કયા અવરોધો ઉભા થઈ શકે છે તે સ્પષ્ટ નથી.
અમેરિકી અધિકારીઓ કહે છે કે, ઈરાન તેના યુરેનિયમ ભંડારને કેવી રીતે સોંપશે તે હજુ સુધી નક્કી થયું નથી. ભવિષ્યની પરમાણુ વાટાઘાટોમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. અધિકારીઓના મતે, ઈરાન દ્વારા આ પ્રતિબદ્ધતા અમેરિકા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો કે, ઈરાને હજુ સુધી લશ્કરી કાર્યવાહી શરૂ કરવાનો પોતાનો ઈરાદો સાર્વજનિક જાહેર કર્યો નથી.
અમેરિકાએ લશ્કરી કાર્યવાહી શરૂ કરવાની આપી ધમકી
એવું કહેવાય છે કે, ઈરાને શરૂઆતમાં આ પ્રારંભિક તબક્કે કરારમાં તેના યુરેનિયમ ભંડારને સામેલ કરવાનું ટાળ્યું હતું અને પછીની વાટાઘાટો માટે તેને મુલતવી રાખવા માંગતો હતો. જો કે, યુ.એસ. વાટાઘાટકારોએ મધ્યસ્થી દ્વારા સ્પષ્ટ કર્યું હતું કે, જો પ્રારંભિક કરારમાં આ મુદ્દા પર સંમતિ ન મળે, તો યુ.એસ. વાટાઘાટો છોડી શકે છે અને લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરી શકે છે.
આ દરમિયાન, લશ્કરી આયોજકોએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે ઈરાનના યુરેનિયમ ભંડાર પર હુમલો કરવા માટે વિકલ્પો પણ તૈયાર કર્યા છે. અધિકારીઓના મતે, આ ભંડારનો મોટો ભાગ ઇસ્ફહાન પરમાણુ સ્થળ પર સ્થિત હોવાનું માનવામાં આવે છે, જેના પર ગયા જૂનમાં યુએસ ટોમાહોક મિસાઇલો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : વ્હાઇટ હાઉસ નજીક ગોળીબારથી હોબાળો: અંદર હાજર હતા ડોનાલ્ડ ટ્રમ્પ, હુમલાખોર ઠાર












