જલાલુદ્દીન છાંગુરે સરહદે બે દરવાજાવાળી મઝાર કેમ બનાવડાવી હતી? હવે ચાલ્યું બુલ્ડોઝર

શ્રાવસ્તી (ઉત્તરપ્રદેશ), 18 જુલાઈ, 2025: Jalaluddin Chhangur conversion network દેશમાં મોટાપાયે ધર્માંતરનું રેકેટ ચલાવનાર જેહાદી જલાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબાનું વધુ એક ભયાનક કાવતરું બહાર આવ્યું છે. માનવજાતના આ અપરાધીએ તેના મળતિયાઓ સાથે મળીને સરહદે એવા પ્રકારનું બાંધકામ કરી દીધું હતું જેના દ્વારા તે ગુનાખોરોની ભારતમાં અને નેપાળમાં અવરજવર કરાવતો હતો.
સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય સરહદે 90થી 100 ચોરસફૂટના ક્ષેત્રમાં બંને તરફ નો-મેન્સ લેન્ડ ગણવામાં આવે છે. આ વિસ્તારમાં કોઈપણ પ્રકારનું અતિક્રમણ થઈ શકે નહીં. પરંતુ આ છાંગુર જલાલુદ્દીનની મદદથી નેપાળ સીમાની નજીક નો-મેન્સ લેન્ડ પર મઝાર સાથે લોકોએ મકાનો બાંધી લીધા હતા. લખીમપુર અને મહરાજગંજમાં નો-મેન્સ લેન્ડ પર ખેતી થઈ રહી છે. અહીંની ગેરકાયદે ઇસ્લામિક વસાહત મોટા ખતરા તરફ ઇશારો કરે છે.
આ પણ વાંચોઃ VIDEO: કેનેડામાં શાહીર કાસીમે વિમાન હાઈજેક કરી લીધું, વેન્કુવર એરપોર્ટ પર ફેલાયો આતંક
ઉત્તરપ્રદેશમાં બલરામપુરના ધર્માંતરણના માસ્ટરમાઇન્ડ છાંગુર ઉર્ફે જલાલુદ્દીનને નેપાળ સુધીનો રસ્તો સરળ બનાવવામાં આ ગેરકાયદે વસાહત ઘણી હદે મદદગાર રહી હતી. પીલીભીતથી મહરાજગંજ જિલ્લા સુધી સરહદે અતિક્રમણના ઘણા કેસો છે. અનેક સ્થળોએ સીમા સ્તંભો (સરહદ દર્શાવતા પાટિયા) ગાયબ છે. લગભગ 70 કિલોમીટર નેપાળમાં મુસાફરી કર્યા બાદ રાપ્તી નદી કકરદરી ગામ પાસે શ્રાવસ્તી જિલ્લામાં ભારતીય વિસ્તારમાં પ્રવેશે છે. અહીં કકરદરીથી બહરાઇચના હોલિયા ગામ સુધી લગભગ 10 કિલોમીટરના અંતરમાં સીમા સ્તંભો ગાયબ છે. એ જ રીતે મહરાજગંજ જિલ્લાના પથલહવા SSB કેમ્પથી ગંડક નદી સુધીના સીમા સ્તંભોનો કોઈ પત્તો નથી.
શ્રાવસ્તીમાં સિરસિયા વિસ્તારમાં ભરથારોશનગઢ ગામમાં નો-મેન્સ લેન્ડ પર મસ્જિદ ઊભી હતી. પરસોહનામાં નો-મેન્સ લેન્ડ પર મઝાર એવી રીતે બનાવવામાં આવી હતી કે તેનો આગળનો દરવાજો ભારતમાં અને પાછળનો દરવાજો નેપાળમાં ખુલતો હતો. સુઇયા નજીક બઘૌડામાં નો-મેન્સ લેન્ડ પર મસ્જિદ ઊભી હતી. ભરથારોશનગઢ ગામમાં અહમદ હુસૈન, મેરાજ, જાકિર અને મેહરુનિશાના મકાનો નો-મેન્સ લેન્ડ પર બન્યા હતા. છેવટે વહીવટીતંત્રે સખતાઈ કરતાં તેમણે પોતાના મકાનો હટાવી લીધા.
આ પણ વાંચોઃ નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા-2025-26ઃ ફોર્મ ભરવાની તારીખ નજીક આવી ગઈ છે, તમે ભર્યું?
મહરાજગંજ જિલ્લામાં નેપાળ સરહદ સાથે જોડાયેલા સકરદિનહી ગામના ખેડૂત નરેશ કુશવાહાના ખેતરની વચ્ચે એક વર્ષ પહેલાં ભારત-નેપાળ નો-મેન્સ કમિટીએ સીમાંકન કરીને સ્તંભ બાંધવા માટે વાંસ અને લાકડાના થાંભલા લગાવ્યા હતા. આને લઈને જમીન માલિકો અને બોર્ડર કમિટી ટીમ વચ્ચે તંગદિલી પણ થઈ હતી. પછી ગ્રામજનોએ ચિહ્નિત જમીનમાંથી વાંસ ઉખાડીને ફેંકી દીધા હતા. આજે પણ ચિહ્નિત જમીનથી લગભગ 100 મીટર અંદર ભારત તરફ નેપાળના સકરદિનહી ગામના અડધો ડઝન ખેડૂતો આ જમીનમાં ખેતી કરી રહ્યા છે.
સિદ્ધાર્થનગરમાં પણ આવી જ સ્થિતિ છે. અહીં વર્ષ 2020-21માં શોહરતગઢ તાલુકાના ખુનુવા બજારમાં નો-મેન્સ લેન્ડ નજીક ગેરકાયદે પ્લોટિંગનો કેસ સામે આવ્યો હતો. સરકારના નિર્દેશ પર થયેલી તપાસમાં તત્કાલીન કાયદાનું ઉલ્લંઘન કરીને ગેરકાયદે પ્લોટિંગ પર બંધાયેલાં મકાનો ધ્વસ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. લખીમપુરના પાલિયા કલામાં ખજુરિયાથી ગૌરી ફંટા સુધી નો-મેન્સ લેન્ડ પર ખેતી થઈ રહી છે. મોટાભાગના સ્થળોએ નેપાળના લોકોનું અતિક્રમણ છે. સીમા સ્તંભ (બોર્ડર પોલ) 205થી 211 સુધી અતિક્રમણ સૌથી વધુ છે. પિલર નંબર-207 પડી ગયો છે. પીલીભીત, બહરાઇચ અને બલરામપુર જિલ્લાઓમાં સીમા નજીક સરકારી જમીનો પર કબજો અને ગેરકાયદેસર વસાહતના ઘણા કેસો છે, પરંતુ અહીંના નો-મેન્સ લેન્ડ સુધી હજુ અતિક્રમણકારોના પગ પહોંચ્યા નથી. શ્રાવસ્તીમાં ડીએમ અજય કુમાર દ્વિવેદીએ સરહદ નજીક ગેરકાયદે વસાહતને રોકવા માટે સરહદથી 10 કિલોમીટરના દાયરામાં જમીનની રજિસ્ટ્રી કરાવવા માટે CO અને SDM પાસેથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવાનું ફરજિયાત કર્યું છે.
નો-મેન્સ લેન્ડ પર બનેલી મઝાર અને મસ્જિદને બુલડોઝરથી નષ્ટ કરવામાં આવ્યા છે. નેપાળમાં પહાડ પર વસેલી વસ્તીની જરૂરિયાતો ભારતીય વિસ્તારના બજારોમાંથી પૂરી થાય છે. આવી સ્થિતિમાં રોજિંદા ઉપયોગની અને ખાદ્ય સામગ્રીની હેરાફેરી તો સ્પષ્ટ છે, પરંતુ નશીલી દવાઓ, માદક પદાર્થો, શરાબ, કપડાં, કેનેડિયન મટર, જંગલી લાકડા જેવી પ્રતિબંધિત વસ્તુઓના દાણચોરોને જંગલોના પગડંડી રસ્તાઓથી સુરક્ષિત માર્ગ મળી જાય છે. મહરાજગંજમાં સોહગીરવા અને શ્રાવસ્તીમાં સોહેલવા જંગલમાંથી દાણચોરીના કેસો અવારનવાર પકડાય છે. દાણચોરી રોકવા માટે SSB જવાનો ટીમ બનાવીને આ રસ્તાઓ પર પેટ્રોલિંગ કરે છે.
આ પણ વાંચોઃVIDEO: કેનેડામાં શાહીર કાસીમે વિમાન હાઈજેક કરી લીધું, વેન્કુવર એરપોર્ટ પર ફેલાયો આતંક
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD












