ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મ

અક્ષય તૃતીયા પર શું ખરીદવું જોઈએ અને શું નહિ, જાણો ક્યારે ઉજવાશે?

  • આ વર્ષે અક્ષય તૃતીયા પર, બુધવાર સાથે રોહિણી નક્ષત્રનો શુભ સંયોગ છે, જે અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે.

HD ન્યુઝ ડેસ્કઃ હિંદુ કેલેન્ડર મુજબ, અક્ષય તૃતીયા Akshay Tritiya નો તહેવાર વૈશાખ શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. અક્ષય તૃતીયાને અખા ત્રીજ પણ કહેવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયા પર, બુધવાર સાથે રોહિણી નક્ષત્રનો શુભ સંયોગ છે, જે અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસ કોઈપણ નવા કાર્યની શરૂઆત માટે પણ શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાની પરંપરા પણ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદેલું સોનું ક્યારેય નાશ પામતું નથી, તે હંમેશા વધે છે. અક્ષય તૃતીયાના દિવસે શું ખરીદવું જોઈએ અને શું ન ખરીદવું જોઈએ તે જાણો What should and shouldn’t be bought on Akshay Tritiya

અક્ષય તૃતીયા 2025 ક્યારે છે?

અક્ષય તૃતીયાનો પવિત્ર તહેવાર વૈશાખ શુક્લ પક્ષ તૃતીયા તિથિ, 30 એપ્રિલ, બુધવારના રોજ ઉજવવામાં આવશે. પરશુરામ જયંતિ પ્રદોષ સંધ્યાકાળમાં તૃતીયા તિથિ હોવાના કારણે 29મી એપ્રિલે જ ઉજવવામાં આવશે તૃતીયા તિથિ 29 એપ્રિલે રાત્રે 8:12 વાગ્યાથી શરૂ થશે અને 30 એપ્રિલે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. તેથી 30 એપ્રિલે સંધ્યા પ્રદોષ નહિ મળવાના કારણે પરશુરામ જન્મોત્સવ 29 એપ્રિલે જ ઉજવવામાં આવશે.

અક્ષય તૃતીયા પર શું ખરીદવું જોઈએ અને શું નહિ, જાણો ક્યારે ઉજવાશે? hum dekhenge news

અક્ષય તૃતીયા પર શું ખરીદવું?

અક્ષય તૃતીયાના દિવસે, તમે સોના-ચાંદીના ઘરેણાં, પિત્તળના વાસણો, જમીન, મકાન અને વાહન, નવા કપડાં, પુસ્તકો, ફર્નિચર વગેરે ખરીદી શકો છો.

અક્ષય તૃતીયા પર શું ન ખરીદવું?

અક્ષય તૃતીયા પર એલ્યુમિનિયમ, સ્ટીલ કે પ્લાસ્ટિકના વાસણો ખરીદવાનું ટાળવું જોઈએ. આ દિવસે કોઈને પૈસા આપવાનું કે લેવાનું ટાળવું જોઈએ. અક્ષય તૃતીયા પર કાંટાવાળા છોડ અને કાળા રંગના કપડાં ખરીદવા અશુભ માનવામાં આવે છે.

અક્ષય તૃતીયા પૂજા મુહૂર્ત

અક્ષય તૃતીયા પર પૂજા માટેનો શુભ સમય 30 એપ્રિલના રોજ સવારે 05:41 થી બપોરે 12:18 વાગ્યા સુધીનો રહેશે. પૂજાનો કુલ સમયગાળો 06 કલાક 37 મિનિટનો છે.

આ પણ વાંચોઃ અખાત્રીજથી શરુ થઈ રહી છે ચારધામ યાત્રા, આ વેબસાઈટ પર પૂજા માટે ઓનલાઈન બુકીંગ કરી શકશો

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button