West Bengal: મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ ક્યારે થશે? તારીખ જાહેર થઈ ગઈ

Chief Minister oath ceremony: પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી પદ માટે શપથગ્રહણ સમારોહની તારીખ જાહેર થઈ છે. પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારોહ 9 મેના રોજ યોજાશે. ભાજપના રાજ્ય અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યે ANIને આ માહિતી આપી છે.
પશ્ચિમ બંગાળ ચૂંટણીના પરિણામો શું રહ્યા?
પશ્ચિમ બંગાળમાં 2 તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. 23 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ. પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવ્યા. આ ચૂંટણીમાં ભાજપે મોટી જીત મેળવી છે અને તૃણમૂલ કોંગ્રેસને ભારે હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપે બહુમતી માટે જરૂરી બેઠકો કરતાં પણ વધુ બેઠકો જીતીને ઇતિહાસ રચ્યો છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપે 206 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસે 80 બેઠકો જીતી છે. કોંગ્રેસને 2 અને AJUPને પણ 2 બેઠકો મળી છે. CPI(M)ને માત્ર 1 બેઠક મળી છે.
બીજેપી નેતાએ ભવાનીપુરથી મમતા બેનર્જીને હરાવ્યા
આ વખતની ચૂંટણીમાં આશ્ચર્યજનક વાત એ રહી કે ખુદ મુખ્યમંત્રી મમતા બેનર્જી ભવાનીપુરથી ચૂંટણી હારી ગયા. તેમને ભાજપના સુવેન્દુ અધિકારીએ હરાવ્યા. સુવેન્દુ અધિકારીએ ભવાનીપુર બેઠક પરથી મમતાને 15,114 મતોથી હરાવ્યા. સુવેન્દુએ બીજી વખત મમતાને ચૂંટણીમાં હરાવ્યા છે. આ પહેલાં 2021માં પણ સુવેન્દુએ નંદીગ્રામથી મમતા બેનર્જીને ચૂંટણીમાં હરાવ્યા હતા.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી કોણ બનશે?
એ સ્પષ્ટ છે કે ભાજપ પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવશે, કારણ કે પાર્ટીએ બહુમતીથી વધુ બેઠકો સાથે મોટી જીત મેળવી છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ભાજપ કોને રાજ્યના મુખ્યમંત્રી બનાવશે. ભાજપ તરફથી મુખ્યમંત્રી પદની દાવેદારીમાં કેટલાક નામ ચર્ચામાં છે, જેમ કે સુવેન્દુ અધિકારી,દિલીપ ઘોષ, સુકાંત મજુમદાર, અગ્નિમિત્ર પોલ અને રૂપા ગાંગુલી.












