1500 વર્ષ જૂના મંદિર સહિત આખા ગામ ઉપર વકફનો દાવોઃ જાણો કાયદામાં સુધારો કેમ જરૂરી છે!
નવી દિલ્હી, તા. 2 એપ્રિલ, 2025: વક્ફ સુધારા બિલ લોકસભામાં રજૂ થઈ ગયું છે. હાલ સંસદમાં તેના પર ચર્ચા થઈ રહીછે. સરકાર આસાનીથી રાજ્યસભા અને લોકસભામાં તેને પાસ કરાવી લેશે તેવી ચર્ચા થઈ રહી છે. મુસ્લિમ સંગઠનો આ બિલનો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન 1500 વર્ષ પૈરાણિક મંદિર સહિત આખા ગામ ઉપર વક્ફે દાવો કર્યો હતો, જેને લઈ ફરી એક વખત આ મંદિર ચર્ચામાં આવ્યું છે.
તમિલનાડુના તિરુચેન્દુરાઈ એક એવું ગામ છે જ્યાં વકફ બોર્ડે સમગ્ર જમીન, એટલે કે લગભગ 330 એકર પોતાની હોવાનો દાવો કર્યો હતો. તમિલનાડુના તિરુચી જિલ્લામાં સ્થિત તિરુચેન્દુરાઈ ગામમાં સદીઓ જૂનું માનેંદિયાવલ્લી ચંદ્રશેખર સ્વામી મંદિર પણ છે. એવું કહેવાય છે કે આ 8મી સદીનું મંદિર છે, જેનો અર્થ એ છે કે આ મંદિર 1500 વર્ષ જૂનું છે. આખા ગામની સાથે, વક્ફ બોર્ડે પણ મંદિરની જમીન પર દાવો કર્યો હતો. જેને લઈ ચકચાર મચી ગઈ હતી.
વક્ફે આખા ગામની જમીન પર હકનો દાવો કર્યો
વર્ષ 2022 માં, રાજગોપાલ નામના ખેડૂતે પોતાની ખેતીની જમીન વેચવાનો પ્રયાસ કર્યો હતો. રાજગોપાલને લોન ચૂકવવાની હતી પણ તે પોતાની જમીન વેચી શક્યો નહીં. વાસ્તવમાં, રાજગોપાલને રજિસ્ટ્રાર ઓફિસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે વક્ફે આખા ગામની બધી જમીન પર પોતાનો હક દાવો કર્યો છે. આવી સ્થિતિમાં, વક્ફ બોર્ડના એનઓસી વિના કોઈપણ જમીન ખરીદી કે વેચી શકાતી નથી. આ અંગેની નોટિસ પણ રજિસ્ટ્રાર ઑફિસમાં ચોંટાડવામાં આવી હતી.
રાજ્ય સરકારે હસ્તક્ષેપ કર્યો
જ્યારે આ મુદ્દા પર હોબાળો થયો ત્યારે ડીએમકે સરકારે હસ્તક્ષેપ કર્યો અને કહ્યું કે જમીનની નોંધણી માટે વક્ફ બોર્ડ પાસેથી એનઓસીની કોઈ જરૂર નથી. આ પછી, છેલ્લા 3 વર્ષમાં ગામની ઘણી જમીનો પણ વેચાઈ ગઈ. પરંતુ તમિલનાડુ વકફ બોર્ડ હજુ પણ પોતાનો દાવો જાળવી રાખે છે કે ગામની જમીન વકફની છે. જોકે, આ સંબંધિત કોઈ દસ્તાવેજ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચોઃ પીએમ મોદી સાથે ચાલતી વખતે અચાનક રોકાઈને શું પૂછવા લાગ્યા ચિલીના રાષ્ટ્રપ્રમુખ?












