
Goa’s Anjuna beach video is currently viral on social media: ગોવાના અંજુના બીચ પર બનેલી એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રેતીમાં ફસાયેલી એક ફોર્ચ્યુનર કારને દરિયાની મોજાઓ ધીમે ધીમે ઘેરી લેતી અને આખરે કાર પાણીમાં તણાઈ જતી જોવા મળે છે.
મળતી માહિતી મુજબ, યુવાનોનું એક જૂથ પોતાની ફોર્ચ્યુનર કાર લઈને બીચ પર આવ્યું હતું અને મોજમસ્તી દરમિયાન કારને પાણીની કિનારે લઈ જઈ ધોવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન દરિયાની મોજાઓ અચાનક તેજ થઈ અને કારને ધક્કો મારી રેતીમાં ફસાવી દીધી. પરિસ્થિતિ વધુ બગડતાં કાર ધીમે ધીમે દરિયામાં ખેંચાઈ ગઈ.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સ્થાનિક લોકો અને યુવાનો દ્વારા કારને બહાર કાઢવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ સફળતા મળી નહોતી. અંતે ક્રેન બોલાવી કારને બહાર કાઢવામાં આવી હતી, ત્યારે સુધીમાં કાર સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ચૂકી હતી.
Stupidity in Goa over washing Fortuner at beach: Gujarat boys took their Toyota Fortuner onto the seaside to wash it for fun, ignoring beach restrictions. A heavy wave hit, car got swept away and stuck in sand. Later recovered with crane. Driver arrested by Goa Police. pic.twitter.com/Bp3YrmF093
— Ghar Ke Kalesh (@gharkekalesh) March 23, 2026
આ ઘટના અંજુના વિસ્તારમાં બની હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતા ગોવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારના ડ્રાઇવર સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવા તથા બીચના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાના સમયે આસપાસ લોકોની ભીડ એકત્રિત થઈ ગઈ હતી અને અનેક લોકોએ આ દ્રશ્યોના વીડિયો બનાવી લીધા, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
આ પણ વાંચો: અંધારી રાતે રણમાં 7 કલાક ઓપરેશન: ફસાયેલા 9 લોકોને પોલીસે સલામત રીતે બચાવ્યા












