અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

23% ઊંચા વળતરની લાલચે 25 લાખની છેતરપિંડી, વેજલપુર પોલીસે ભાઈ-બહેન સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધી

અમદાવાદ, 02 અમદાવાદ: અમદાવાદના વેજલપુર વિસ્તારમાં 23% જેવું ઊંચું વળતર આપવાની લાલચ આપીને ગ્રો મની ધ ટ્રેડિંગ નામની સ્કીમમાં રોકાણ કરાવી 25 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. વેજલપુર પોલીસે આ મામલે ભાઈ-બહેન જીગીશા જાદવ, નિમેશ જાદવ અને તેમના સાથી કિરણ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

આરોપીઓએ ફરિયાદીને ઊંચા વળતરની લાલચ આપી, ગ્રો મની ધ ટ્રેડિંગમાં રોકાણ કરાવ્યું હતું, પરંતુ ન તો વળતર આપ્યું કે ન રોકેલી રકમ પરત કરી. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓ સામે અગાઉ ચાંદખેડા પોલીસ મથકમાં પણ આવી જ રીતે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ ચૂકી છે, જે આરોપીઓની ગુનાહિત પ્રવૃત્તિનો ઈતિહાસ દર્શાવે છે.

વેજલપુર પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો નોંધી, આરોપીઓની શોધખોળ અને આ સ્કીમ સાથે સંકળાયેલા અન્ય લોકોની તપાસ શરૂ કરી છે. પોલીસે નાગરિકોને આવી લાલચભરી સ્કીમથી સાવધાન રહેવા અપીલ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવક ઓનલાઈન જ્યોતિષની છેતરપિંડીનો બન્યો ભોગ, કેટલા લાખ ગુમાવ્યા?

Back to top button