ઉત્તરાખંડમાં ભીષણ અકસ્માતઃ મુસાફરોથી ભરેલી જીપ ખીણમાં ખાબકી, 8ના મૃત્યુ, 3 ઈજાગ્રસ્ત

ઉત્તરાખંડઃ 15 જુલાઈ, 2025: Uttarakhand Accident: ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લાના મુવાની વિસ્તારમાં સોમવારે સવારે એક દુઃખદ અકસ્માત થયો હતો. મુસાફરોથી ભરેલી એક જીપ થલ-પિથૌરાગઢ મોટર માર્ગ પર અનિયંત્રિત થઈને ઊંડી ખીણમાં પડી ગઈ હતી. અકસ્માતમાં 8 લોકોના અવસાન થયા છે, જોકે 3 લોકો ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા છે.
સ્થાનિક અને તંત્રએ મળીને કરી બચાવ કામગીરી
દુર્ઘટનાની સૂચના મળતા જ પોલીસ, રાજસ્વ વિભાગ અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.સ્થાનિક ગ્રામીણોની મદદથી રેસક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને ઈજાગ્રસ્તોને ખીણમાંથી કાઢીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
મુવાનીથી બોકટા ગમ તરફ જઈ રહી હતી જીપ
મળતી માહિતી મુજબ, દુર્ઘટનાગ્રસ્ત જીપ મુવાનીથી બોકટા ગામ તરફ જઈ રહી હતી. દુર્ઘટના બાદ આખા વિસ્તારમાં દુઃખનું મોજું ફરી વળ્યું હતું. મૃતકોની ઓળખની પ્રક્રિયા ચાલી રહી છે અને વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્યમાં વ્યસ્ત છે. જિલ્લા વહીવટીતંત્રે અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે, જ્યારે ઈજાગ્રસ્તોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ સોશિયલ મીડિયા પર અશ્લીલતા ફેલાવનાર મહેક-પરી જેલ હવાલે
આ પણ વાંચોઃ અમદાવાદ: ઓલા, ઉબર, રેપીડો જેવા ઓનલાઈન વ્હીકલ બંધ કરવા રીક્ષા ચાલકની રજૂઆત; કલેકટર કચેરીએ રીક્ષાઓ મૂકી દઈશું












