‘મુજકો ભી તો લિફ્ટ કરા દે…’ UPSC ટૉપર અનુજ અગ્નિહોત્રીએ ગાયું ગીત, વીડિયો જોઈને ચોંકી ગયા લોકો!

નવી દિલ્હી: 6 માર્ચ, 2026: UPSCએ સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે, જેમાં રાજસ્થાનના જોધપુરના અનુજ અગ્નિહોત્રીએ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ (AIR 1) મેળવીને ઈતિહાસ રચ્યો છે. અનુજ વ્યવસાયે ડોક્ટર છે, પરંતુ તેમનું સપનું દેશસેવાનું હતું. પોતાની આ શાનદાર સફળતા બાદ અનુજે એક ઇન્ટરવ્યુ દરમિયાન ગીત ગાઈને બધાના દિલ જીતી લીધા હતા.
ઈન્ટરવ્યુમાં ગાયું ‘લિફ્ટ કરા દે’ ગીત
અનુજ અગ્નિહોત્રી અવારનવાર અદનાન સામીનું પ્રખ્યાત ગીત ‘મુઝકો ભી તો લિફ્ટ કરા દે’ ગાતા હોય છે. જ્યારે તેમને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું કે, “જો UPSC ઇન્ટરવ્યુમાં મને ગીત ગાવાનું પૂછવામાં આવ્યું હોત, તો હું ચોક્કસ આ જ ગીત ગાત!” ત્યારબાદ તેમણે ઇન્ટરવ્યુમાં આ ગીતની પંક્તિઓ ગાઈ સંભળાવી હતી.
अबकी बार राजस्थान से UPSC टॉपर:
हर बार UPSC टॉपर बिहार और यूपी से होते थे. इस बार राजस्थान के अनुज अग्निहोत्री ने बाज़ी मारी है।
भाई ने गाना भी गाया है सुनिए ✌️😀#upscresults #upsc2025 pic.twitter.com/39f7vNckDy
— Radhe Meena (@Radhemahwa) March 6, 2026
ડોક્ટરથી UPSC ટોપર સુધીની સફર
અનુજ જોધપુર જિલ્લાના રાહતા ગામના વતની છે. તેમની શૈક્ષણિક સફર અત્યંત પ્રભાવશાળી રહી છે. 12મું પાસ કર્યા બાદ તેમણે MBBS નો અભ્યાસ પૂર્ણ કર્યો અને ડોક્ટર બન્યા. ડોક્ટર હોવા છતાં તેમનું લક્ષ્ય સિવિલ સર્વિસમાં જવાનું હતું, તેથી 2023 થી તેમણે UPSC ની તૈયારી શરૂ કરી હતી. તેમના પિતા કોટાના ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં કાર્યરત છે અને માતા ગૃહિણી છે.
યુવાનો માટે અનુજનો સંદેશ
પોતાની સફળતા વિશે વાત કરતા અનુજે NDTV ને જણાવ્યું કે, તેઓ આ સિદ્ધિ પાછળ સખત મહેનતની સાથે નસીબ (કિસ્મત) ને પણ મોટું કારણ માને છે. તેમણે UPSC ની તૈયારી કરી રહેલા ઉમેદવારોને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, “પોતાનું મોટિવેશન જાળવી રાખો, સતત મહેનત કરતા રહો, સફળતા ચોક્કસ મળશે.”












