ટ્રેન્ડિંગનેશનલમીડિયા

10 કરોડના લાલચે ન ફસાઈ યુપીની મહિલા, વાયરલ થઈ ઈમાનદારીની વાતો!

Woman From Mainpuri Becomes Millionaire Overnight :Uttar Pradeshના મૈનપુરી જિલ્લામાંથી ચોંકાવનારી અને પ્રેરણાદાયક ઘટના સામે આવી છે. અહીં દેવગંજ ગામની રહેવાસી એક સામાન્ય ખેડૂત મહિલાના બેંક ખાતામાં અચાનક લગભગ 10 કરોડ રૂપિયા જમા થઈ ગયા. આ ઘટના જાણતા જ મહિલાને અને તેના પરિવારને ભારે આશ્ચર્ય થયું હતું.

માહિતી મુજબ, બિછવાં થાના વિસ્તારમાં રહેતી રીતા નામની મહિલા પોતાના પરિવાર સાથે ખેતી કામ કરે છે. અષ્ટમીના દિવસે તે ખેતરમાં ઘઉં કાપી રહી હતી ત્યારે તેને ખાતામાં અસામાન્ય રકમ દેખાઈ. શંકા થતાં તે તરત જ પોતાના પરિવાર સાથે બેંક તરફ દોડી ગઈ, પરંતુ તે દિવસે બેંક બંધ હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

ત્યારબાદ મહિલાએ Bank of Indiaના એ.ટી.એમ.માં જઈને બેલેન્સ તપાસ્યું. તેમાં આશરે 9 કરોડ 99 લાખથી વધુ રકમ દર્શાઈ હતી. આ જોઈને પરિવારજનો ચોંકી ઉઠ્યા, પરંતુ મહિલાએ સમજદારી દાખવી અને કોઈ પણ રકમ ઉપાડવાનો ઈનકાર કર્યો.

મહિલાએ સ્પષ્ટ કહ્યું કે આ પૈસા તેના નથી અને જેને પણ સંબંધિત હોય તે આવીને લઈ જાય. તેણે એક પણ રૂપિયો ઉપયોગમાં ન લેવા માટે પોતાના પરિવારજનોને પણ સમજાવ્યું. તેની આ ઈમાનદારી સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.

બેંકના અધિકારીના જણાવ્યા મુજબ, ક્યારેક ટેકનિકલ ભૂલને કારણે આવી ઘટના બની શકે છે અને કામકાજના દિવસે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે.

આ ઘટનાએ સમાજમાં ઈમાનદારીનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જ્યાં મોટા લોભ સામે પણ સચ્ચાઈ જીતે છે.

આ પણ વાંચો : ‘મારી પત્ની તેની બહેનપણીઓ સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરે છે’: પતિએ ફરિયાદ નોંધાવી

Back to top button