એક વર, ત્રણ દુલ્હન! યુપીના અનોખા લગ્ને બધાને કર્યા આશ્ચર્યચકિત
UP : ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના હસનપુર સ્થિત પ્રસિદ્ધ મા ચામુંડા મંદિર સાથે જોડાયેલો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવક એકસાથે ત્રણ યુવતીઓ સાથે લગ્નની વિધિઓ પૂરી કરતો નજરે પડે છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા અને બહેસ શરુ થઈ ગઈ છે.
ક્લિપમાં યુવક ત્રણેય યુવતીઓની સાથે અગ્નિની સાક્ષીએ સાત ફેરા લેતો અને તેમની માંગમાં સિંદૂર ભરતો જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ત્રણેય યુવતીઓ સગી બહેનો છે.
एक दूल्हे को मिली 3 दुल्हनें!
दुल्हन सरोज- “लोग कह रहे है कि तू इन्हें प्यार कर पायेगा या नही कर पायेगा? इसका जबाब इनसे ही सुन लो.”
दूल्हा विकास- “ये लोग आपस में इतना प्यार करे है, मेरे प्यार की तो इन्हें जरूरत ही नाय है.” pic.twitter.com/ZfyGRbAkim— Farman Saifi (@FarmanSaifi1077) July 23, 2026
“નાનપણથી સાથે છીએ, અલગ નહોતા થવું” – યુવતીઓનો દાવો
વાયરલ વીડિયોમાં યુવતીઓ એવું કહેતી સંભળાય છે કે તેઓ નાનપણથી જ સાથે રહી છે અને ભવિષ્યમાં પણ અલગ થવા નહોતી માંગતી, આથી જ તેમણે એક જ યુવક સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ, વિકાસ ઉર્ફે ‘વિક્કુ’ નામનો યુવક પણ આ ત્રણેયને ક્યારેય અલગ ન કરવાની વાત કરતો દેખાય છે.
અહેવાલ મુજબ, આ યુવક અને ત્રણેય યુવતીઓ સાથે મળીને યુટ્યુબ (YouTube) પર વીડિયો બનાવવાનું કામ કરે છે.
આ મામલે વિવાદ વધતાં મા ચામુંડા મંદિર પ્રશાસને આવા કોઈ લગ્ન થયા હોવાની જાણકારીનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. મંદિર તંત્રનું કહેવું છે કે જે સમયે આ વીડિયો શૂટ કરવામાં આવ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે, તે સમયે મંદિરમાં સુશોભીકરણ અને રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું અને સ્થળ પર કોઈ પૂજારી કે મંદિરના કર્મચારી હાજર ન હતા.
ઉત્તર પ્રદેશના અમરોહાથી સામે આવેલા અનોખા લગ્નના કિસ્સામાં નવા ખુલાસા થયા છે. માહિતી મુજબ, સરોજ, સાવિત્રી અને સંતોષ નામની ત્રણ સગી બહેનોએ જે યુવક સાથે લગ્ન કર્યા છે તે અન્ય કોઈ નહીં પરંતુ તેમનો કેમેરામેન વિકાસ ઉર્ફે ‘વિક્કુ’ છે.
ત્રણેય બહેનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર રીલ્સ અને શોર્ટ વીડિયો બનાવવાનું કામ કરે છે, જ્યારે વિક્કુ તેમનું શૂટિંગ કરતો હતો. છેલ્લા આશરે 6 મહિનાથી વિક્કુ તેમના વીડિયોમાં પતિનો રોલ ભજવતો હતો. જોકે, રીલ બનાવતાં બનાવતાં આ રિયલ લાઈફ સ્ટોરી બની ગઈ અને ત્રણેય બહેનોએ મંદિરમાં વિક્કુ સાથે વિધિવત લગ્ન કરી લીધા.
મળતી વિગતો અનુસાર, આ ત્રણેય નવવધૂઓની ઉંમર 18થી 21 વર્ષની વચ્ચે છે. રીલ્સ બનાવવાથી શરૂ થયેલી આ સફર હવે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચાનો વિષય બની ગઈ છે અને લોકો આ અનોખી વાર્તા પર જાતજાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
રીલ્સ નહીં પણ સાચા લગ્ન હોવાનો દાવો
શરૂઆતમાં એવું માનવામાં આવી રહ્યું હતું કે આ લગ્ન માત્ર ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવા અને ફેમસ થવાના હેતુથી જ રચવામાં આવ્યા હતા. પરંતુ હવે આ ત્રણેય બહેનો અને તેમના પતિ વિક્કુએ જાતે કેમેરા સમક્ષ આવીને સ્પષ્ટતા કરી છે કે આ કોઈ ફેક કે બનાવટી લગ્ન નથી. તેમણે પોતાની મરજી અને ખુશીથી જ આ લગ્ન કર્યા છે. આ સાથે જ તેમણે સોશિયલ મીડિયા યુઝર્સને ગંદી કમેન્ટ્સ કે ટ્રોલ ન કરવા માટે નમ્ર વિનંતી (અપીલ) કરી છે.
પરિવારની પણ મંજૂરી હોવાનો દાવો
સરોજ, સાવિત્રી અને સંતોષે જણાવ્યું હતું કે તેઓ ત્રણેય પુખ્ત વયના (બાલિગ) છે અને પોતાની ઈચ્છાથી આ પગલું ભર્યું છે. આ અનોખા લગ્નથી તેમના પરિવારજનોને પણ કોઈ વાંધો કે વાંધાજનક વિરોધ નથી.
આ પણ વાંચો :લખનૌમાં નિર્માણાધીન ઈમારતમાં દુર્ઘટના, લિફ્ટ તૂટતા 4 કામદારો પડ્યા બેસમેન્ટમાં, 3 ઈજાગ્રસ્ત
આ પણ વાંચો :સીજેપીના વિરોધ પ્રદર્શન દરમિયાન લાઠીચાર્જ પર પાકિસ્તાનની પ્રતિક્રિયા; જાણો શું કહ્યું












