ટ્રેન્ડિંગનેશનલમીડિયા

સીજેપીના વિરોધ પ્રદર્શન દરમિયાન લાઠીચાર્જ પર પાકિસ્તાનની પ્રતિક્રિયા; જાણો શું કહ્યું

CJP Protest : NEET-UG પેપર લીક વિવાદ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ અને વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શન પર હવે પાકિસ્તાન તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર હુસેન અંદ્રાબીને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે “દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલો લાઠીચાર્જ એ માનવઅધિકારોનું ઉલ્લંઘન છે કે નહીં?”

ત્યારે આ સવાલનો જવાબ આપતાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “આ ભારતનો આંતરિક મામલો છે અને અમે આ વિષય પર કોઈ પણ પ્રકારની ટિપ્પણી કે નિવેદન આપવા માંગતા નથી.”

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

NEET-UG પેપર લીક વિવાદ અંગે સીજીપી (CJP) ના પ્રવક્તા આશુતોષ રાંકાએ વહીવટી તંત્ર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, “પેપર લીક થવાનું મુખ્ય કારણ એ છે કે ઉપરથી લઈને નીચે સુધી આખી સિસ્ટમમાં અક્ષમ અને બિનકાર્યક્ષમ લોકો બેઠા છે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જ્યાં સુધી નીચે મુજબના કડક પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી આ સમસ્યાનો કાયમી ઉકેલ શક્ય નથી. જ્યાં સુધી અધિકારીઓ અને સંબંધિત લોકોની ઉત્તરદાયિત્વ (જવાબદારી) નક્કી કરવામાં નહીં આવે. જ્યાં સુધી ગુનાહિત માનસિકતા ધરાવતા દોષિતોના મનમાં કાયદા અને સજાનો આકરો ડર પેદા નહીં થાય. જ્યાં સુધી પરીક્ષા પદ્ધતિ અને સિસ્ટમને એટલી મજબૂત ન કરવામાં આવે કે પેપર લીક થવાની કોઈ ક્ષતિ કે ગુંજાઇશ જ ન રહે.

તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ પાયાના ફેરફારો કર્યા વિના પેપર લીકની ગંભીર સમસ્યાનો અંત લાવવો અશક્ય છે.

EET-UG પેપર લીક વિવાદ અને દેશભરમાં વિદ્યાર્થીઓ દ્વારા થઈ રહેલા ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરીને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવશે, જેથી કેસનો ઝડપી નિકાલ લાવીને દોષિતોને વહેલામાં વહેલી તકે કડકમાં કડક સજા અપાવી શકાય.

વડાપ્રધાન મોદીની આ જાહેરાત સામે કોંગ્રેસ અને જનતા પાર્ટી (CJP) તરફથી પ્રતિક્રિયા આપતાં સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે, “પેપર લીક થઈ ગયા પછી દોષિતોને શું સજા કરવામાં આવશે તે એક અલગ વિષય છે, પરંતુ સૌથી મોટો અને મૂળભૂત સવાલ એ છે કે વારંવાર પેપર લીક જ કેમ થઈ રહ્યા છે?” વિપક્ષે પરીક્ષા સિસ્ટમમાં રહેલી ખામીઓ અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

24 કલાકમાં 4 વખત મોકલાયું વાટાઘાટોનું નિમંત્રણ

વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે સરકાર વતી કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું છે કે સરકાર આ મુદ્દે વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

તેમણે માહિતી આપતાં કહ્યું હતું કે, “છેલ્લા 24 કલાક દરમિયાન વાટાઘાટો અને ચર્ચા માટે સીજીપી (CJP) ના પ્રતિનિધિમંડળને ચાર વખત વિધિવત પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે, પરંતુ સામે પક્ષેથી હજુ સુધી કોઈ સકારાત્મક પ્રતિસાદ કે જવાબ મળ્યો નથી.”

આ પણ વાંચો :દેવશયની એકાદશી પર આ વસ્તુઓનું કરો દાન, ચમકી જશે ભાગ્ય!

આ પણ વાંચો :રાજ્યમાં વરસાદના કારણે વાહનવ્યવહાર પર ગંભીર અસર, અનેક રસ્તાઓ બંધ, ટ્રેનો કરાઈ રદ્દ

Back to top button