નેશનલ

બંધારણ જ રામભદ્રાચાર્યનો એક ઈલાજ….SC/ST એક્ટને ખતમ કરવાના નિવેદન પર ઉદિત રાજનો વળતો પ્રહાર

જગદગુરુ રામભદ્રાચાર્ય ઘણીવાર તેમના નિવેદનો માટે સમાચારમાં રહે છે. તેમણે તાજેતરમાં જ દેશમાં જાતિ વ્યવસ્થા નાબૂદ કરવાની હાકલ કરી હતી. જોકે, કોંગ્રેસના ઘણા નેતાઓએ આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. હવે, આ બાબતે ઉદિત રાજનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં બંધારણ અમલમાં છે અને જો તેનો સંપૂર્ણ અમલ થાય તો રામભદ્રાચાર્ય જેલમાં હોત. તેમણે રામભદ્રાચાર્યને બંધારણ અને કાયદાઓનું સન્માન કરવાની સલાહ આપી.

બંધારણ જ રામભદ્રાચાર્યનો એક ઈલાજ

ઉદિત રાજે કહ્યું, બંધારણ જ જગદગુરુ રામભદ્રાચાર્યનો એક ઈલાજ છે. જો આજે બંધારણનો સંપૂર્ણ અમલ કરવામાં આવે, તો રામભદ્રાચાર્ય જેલમાં હોત. તેમણે કહ્યું કે રામભદ્રાચાર્યએ કેન્દ્ર સરકાર અને PM મોદી સમક્ષ પોતાના વિચારો રજૂ કરવા જોઈએ. આગળ તેમણે કહ્યું, બે તૃતીયાંશ બહુમતી મેળવો, સંસદમાં આવો, સરકાર બનાવો અને કાયદો બદલો. શું તમને લાગે છે કે PM મોદી તમારી વાત સાંભળશે, કારણ કે તમે તેમના ગૃપનો ભાગ છો, તેથી તમે તેમના મંત્રીઓને અનામત દૂર કરવા માટે કહી શકો છો? તેમણે આગળ ઉમેર્યું, વેદોમાં કોઈ સંસદ નથી, કોઈ વડા પ્રધાન નથી, કોઈ મુખ્યમંત્રી નથી. આ માણસ મૂર્ખ છે. હું આ વિશે શું કહું?

રામભદ્રાચાર્યે પોતાનો DNA ટેસ્ટ કરાવવો જોઈએ – ઉદિત રાજ

જગદગુરુ રામભદ્રાચાર્યના કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી પર આપેલા નિવેદન પર કોંગ્રેસના નેતા ઉદિત રાજે કહ્યું, તેઓ પોતે વિદેશી મૂળના છે. તેમણે પહેલા પોતાનો DNA ટેસ્ટ કરાવવો જોઈએ, અને પછી સોનિયા ગાંધીના DNAની તપાસ કરવી જોઈએ.

રામભદ્રાચાર્યે શું કહ્યું હતું?

મંગળવારે, જગદગુરુ રામભદ્રાચાર્યે SC/ST એક્ટને ખતમ કરવાને લઈને વાત કરી હતી. તેમણે કહ્યું હતુ કે, આને રદ કરી દેવુ જોઈએ, કારણ કે વેદોમાં અવર્ણ કે સવર્ણનો કોઈ ઉલ્લેખ નથી. રાજકીય નેતાઓએ આ વ્યવસ્થા શરૂ કરી છે. રામભદ્રાચાર્યના આ નિવેદન પર ઉદિત રાજે વળતો પ્રહાર કર્યો છે.

આ પણ વાંચો: કર્ણાટકમાં નેતૃત્વને લઈને ચર્ચા તેજ, સિદ્ધારમૈયાએ કહ્યું- અંતિમ નિર્ણય હાઈકમાન્ડનો

Back to top button