ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

બે દરવાળા જીએસટીથી લાંબા ગાળે વધી શકે છે સરકારની તિજોરી

નવી દિલ્હી, 20 ઓગસ્ટ, 2025: ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના દરોમાં ઘટાડામાંથી લાંબા ગાલે રાજકોષિય આવક વધી શકે છે. વૈશ્વિક રેટિંગ એજન્સી S&P ગ્લોબલ રેટિંગના ડિરેક્ટર યીફાર્ન ફુઆએ ગઇકાલે આમ જણાવ્યું હતું. ફુઆની આ ટિપ્પણી કેન્દ્ર અને રાજ્યોની આજે અને આવતીકાલે થનારા જીએસટીની મહત્ત્પૂર્ણ બેઠક પહેલા કરવામાં આવી છે, જેમાં કેન્દ્ર દ્વારા જીએસટીમાં સુધારાના પ્રસ્તાવ ચર્ચા થવાની છે.

કેન્દ્ર સરકારે જીએસટી વ્યવસ્થામાં સુધારો કરવાની દરખાત્સ કરી છે. તેની હેઠલ સ્લેબને ઘટાડીને ફક્ત બે સ્લેબ એટલે કે 5 ટકા અને 18 ટકા કરવામાં આવશે. તેની સાથે જ કેટલીક પસંદગીની ચીજો પર 40 ટકા વિસેષ કરની જોગવાઇ પણ કરવામાં આવી શકે છે.

હાલમાં, GST હેઠળ 5, 12, 18 અને 28 ટકા એમ ચાર સ્લેબ છે. 2017માં અમલમાં આવ્યા પછી GST સરકારના મહેસૂલનો એક મહત્વપૂર્ણ ઘટક રહ્યો છે. GST દરમાં ફેરફારની આવક પર અસર વિશે પૂછવામાં આવતા, ફુઆએ કહ્યું કે વર્તમાન GST સિસ્ટમ જટિલ છે. તેના ચાર અલગ અલગ દર છે, જેના કારણે એકાઉન્ટિંગ અને અમલીકરણ ક્યારેક મુશ્કેલ બને છે.

ફુઆએ એક વેબિનારમાં કહ્યું, “પ્રસ્તાવિત બે-સ્તરીય દર પ્રણાલી જે પર વિચારણા કરવામાં આવી રહી છે તે અસરકારક દરમાં કંઈક અંશે ઘટાડો કરી શકે છે, પરંતુ સરળ અમલીકરણ અને એકાઉન્ટિંગ પ્રક્રિયાને કારણે, રાજ્ય અને કેન્દ્ર સરકારોની આવક લાંબા ગાળે વધી શકે છે.” ફુઆએ કહ્યું કે આ દરખાસ્ત પર કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરે ચર્ચા થઈ રહી છે. તેમણે કહ્યું કે GST સિસ્ટમમાં સુધારાથી રાજકોષીય આવક પર અસર થવાની શક્યતા નથી.

“એકંદરે, અમને નથી લાગતું કે તેની રાજકોષીય આવક પર મોટી અસર પડશે. નીચા દરો અને સ્પષ્ટ અમલીકરણ સાથે, ટૂંકા ગાળામાં વપરાશ ખર્ચમાં વધારો કરવો પણ શક્ય છે. અમે આનું નિરીક્ષણ કરી રહ્યા છીએ,” એમ ફુઆએ જણાવ્યું હતુ.

કેન્દ્રના પ્રસ્તાવ મુજબ, વર્તમાન 12 ટકાના સ્લેબમાં 99 ટકા વસ્તુઓ ઘટાડીને 5 ટકા કરવામાં આવશે, જ્યારે 28 ટકાના સ્લેબમાં 90 ટકા વસ્તુઓને 18 ટકાના ટેક્સ બ્રેકેટમાં લાવવામાં આવશે. GST દરમાં ફેરફારથી વર્ગીકરણ વિવાદો, મુકદ્દમા અને કરચોરીનો અવકાશ ઘટશે.

આ પણ વાંચોઃ ઇન્ટેલમાં મોટા હિસ્સા મેળવવાના પ્રયત્નોમાં ટ્રમ્પ તંત્ર, ગૂગલ કેસના સમાધાન માટે ત્રણ કરોડનો ભરશે દંડ

Back to top button