ચહલની રુમર્ડ ગર્લફ્રેન્ડને ટ્રોલર્સે કહી, પતિ ચોરનારી, મહવશે આપ્યો સખત જવાબ

- મહવશે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં તેણે રિલેશનશિપમાં છેતરપિંડી અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે
29 જુલાઈ, મુંબઈઃ ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને RJ તેમજ અભિનેત્રી મહવશ Mahvash વચ્ચેના અફેરની અફવાઓ ઘણા સમયથી ચાલી રહી છે. તાજેતરમાં એક સોશિયલ મીડિયા યુઝરે મહવશ Chahal’s rumored girlfriend પર આકરી ટિપ્પણી કરી અને તેના પર ચહલની ભૂતપૂર્વ પત્ની ધનશ્રી વર્મા પાસેથી ચહલને ચોરી લેવાનો આરોપ લગાવ્યો હતો. જવાબમાં મહવશે ટ્રોલરને યોગ્ય જવાબ આપ્યો છે.
ચીટિંગને લઈને મહવશની પોસ્ટ
મહવશે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં તેણે રિલેશનશિપમાં છેતરપિંડી અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેણે લખ્યું છે કે રિલેશનશિપમાં રહીને આ બધું કરવું એ છેતરપિંડી છે. આવા લોકો ખુદ તેમનું પોતાનું કર્મ હોય છે. તેમને છોડી દો, આ લોકો પોતે જ ડિપ્રેશનમાં મરી જશે.
તેણે આગળ લખ્યું છે, જો કોઈએ તમારી સાથે ચીટ કરી હોય, તો તે વ્યક્તિની દયા ખાવ, તેના માટે સહાનુભુતિ રાખો કે તેણે સાચા પ્રેમને ઓળખવામાં ભૂલ કરી દીધી. આવો પ્રેમ રોજ મળતો નથી. આ લોકો ભવિષ્યમાં પણ છેતરપિંડી કરશે, આગામી વ્યક્તિ સાથે અને તે પછી બીજી વ્યક્તિ સાથે. જ્યારે ભગવાન તમને રેડ ફ્લેગ બતાવે, ત્યારે તેને જુઓ.
View this post on Instagram
મહવશનો ટ્રોલર્સને યોગ્ય જવાબ
આ પોસ્ટ પર એક યુઝરે કોમેન્ટ કરી અને કોઈના પતિની ચોરી?’ આના પર, મહવશે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ટ્રોલની કમેન્ટ શેર કરતા લખ્યું છે, મેં ચોરી નથી કરી, તેથી મને ખબર નથી. પણ હા, કોઈના પતિની ચોરી કરવી એ ચીટિંગ છે.
તેણે આગળ લખ્યું છે કે શું આ લોકોએ મને ચોરી કરતા જોઈ છે? લોકો કંઈપણ બનાવે છે, તેઓ ફક્ત વ્યૂ મેળવવા માંગે છે.
ચહલ અને મહવશની નિકટતા
ચહલ અને મહવશ તાજેતરના મહિનાઓમાં ઘણી ઇવેન્ટ્સમાં સાથે જોવા મળ્યા છે. ચહલ અને ધનશ્રીના સંબંધોમાં તિરાડ પડી હોવાના અહેવાલો સામે આવ્યા બાદ તેમના ડેટિંગના સમાચાર વધુ તીવ્ર બન્યા હતા. 2024માં ક્રિસમસના અવસર પર બંને સાથે જોવા મળ્યા હતા. આ ઉપરાંત આઈપીએલ દરમિયાન મહવશ પંજાબ કિંગ્સ ટીમ બસમાં અન્ય ક્રિકેટર્સની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ સાથે જોવા મળી હતી.
આ પણ વાંચોઃ અમિતાભ બચ્ચને ફરાહ ખાનને એક લેટર મોકલ્યો, શું છે તેમાં? જુઓ વીડિયો












