ટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગનેશનલ

ટોયલેટમાં મુસાફરી, કોચમાં પગ મૂકવાની જગ્યા નથી… રાહુલ ગાંધીએ ટ્રેનનો વીડિયો શેર કરીને ઉઠાવ્યા સવાલો

  • રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, ‘સરકાર ટ્રેનોમાંથી જનરલ કોચ ઘટાડીને માત્ર અમુક ટ્રેનોને જ પ્રોત્સાહન આપી રહી છે. જેના કારણે સામાન્ય માણસને ટોયલેટમાં બેસીને મુસાફરી કરવાનો વારો આવ્યો છે’

દિલ્હી, 21 એપ્રિલ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્રેનોમાં વધતી ભીડને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો છે અને કહ્યું છે કે કેન્દ્ર સરકાર ટ્રેનોમાંથી જનરલ કોચ ઘટાડીને માત્ર ચુનંદા ટ્રેનોને જ પ્રોત્સાહન આપી રહી છે. જેના કારણે સામાન્ય માણસને ટોયલેટમાં બેસીને મુસાફરી કરવાનો વારો આવ્યો છે. આ વીડિયો એક છોકરાએ રેકોર્ડ કર્યો છે. વીડિયોમાં કેરળ એક્સપ્રેસના જનરલ ડબ્બામાં લોકો વધારે પડતી ભીડને કારણે ટોયલેટમાં બેસીને મુસાફરી કરતા દેખાઈ રહ્યા છે. બેઠકો સિવાય, ફ્લોર પર પણ દરેક જગ્યાએ લોકો બેઠા છે. શૌચાલયની પાસે પણ લોકો બેઠા છે તો કેટલાક લોકો ત્યાં આડા પડ્યા છે. એક યુવકના પગ પણ ટોયલેટના દરવાજાની અંદર છે અને તે સૂઈ રહ્યો છે.

રાહુલ ગાંધીએ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, ‘નરેન્દ્ર મોદીના શાસનમાં ટ્રેનની મુસાફરી સજા બની ગઈ છે. સામાન્ય માણસની ટ્રેનોમાંથી જનરલ કોચ ઘટાડીને માત્ર ચુનંદા ટ્રેનોને જ પ્રોત્સાહન આપતી મોદી સરકાર દ્વારા દરેક વર્ગના મુસાફરોને હેરાન કરવામાં આવી રહ્યા છે. કન્ફર્મ ટિકિટ હોવા છતાં પણ લોકો પોતાની સીટ પર શાંતિથી બેસી શકતા નથી. સામાન્ય માણસને જમીન પર અને શૌચાલયોમાં બેસીને મુસાફરી કરવાનો વારો આવ્યો છે. મોદી સરકાર પોતાની નીતિઓથી રેલવેને નબળી બનાવીને અયોગ્ય સાબિત કરવા માંગે છે, જેથી તેમને તેમના મિત્રોને વેચવાનું બહાનું મળી શકે.’ વધુમાં રાહુલ ગાંધીએ લખ્યું છે કે, ‘જો સામાન્ય માણસની સવારી બચાવવી હોય તો રેલવેને બરબાદ કરવામાં લાગેલી મોદી સરકારને દૂર કરવી પડશે.’

અહીં જૂઓ વીડિયો:

 

પ્લેટફોર્મ પર પણ ભારે ભીડ

આ વીડિયોમાં પ્લેટફોર્મનો નજારો પણ બતાવવામાં આવ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉભા છે અને ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. ટ્રેન કે રેલવે સ્ટેશન પર ભીડ જોવા મળવીએ કંઈ નવી વાત નથી. કેમ કે રેલવે સ્ટેશન પર આવી ભીડ રોજે જોવા મળતી જ હોય છે. ભારતમાં અનેક પ્રસંગોએ લોકો કોચની ઉપર અથવા તો બે કોચ વચ્ચે મુસાફરી કરતા જોવા મળ્યા છે. આવી બેદરકારીના કારણે અનેક મોટા અકસ્માતો થયા છે. ઘણીવાર તહેવારોના સમયમાં ટ્રેનમાં ભીડ વધી જાય છે. પંજાબ અને હરિયાણામાં ખેડૂતોના આંદોલનને કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. જેના કારણે સ્ટેશનો અને ટ્રેનોમાં પણ ઘણી ભીડ જોવા મળી હતી.

આ પણ વાંચો: મોંમાં મરચું ભરીને છોકરી પર અત્યાચાર કરનાર આરોપીના ઘર ઉપર ફર્યું બુલડોઝર

Back to top button