ટોપ ન્યૂઝનેશનલ

ગયા રેલવે સ્ટેશન નજીક વંદે ભારત એક્સપ્રેસ ઉપર પથ્થરમારો, કાચ તૂટ્યા

Text To Speech
  • બનારસ-રાંચી ટ્રેનની ઘટના
  • રેલવે વિભાગે આપ્યા તપાસના આદેશ

નવી દિલ્હી, 14 એપ્રિલ : પંડિત દીનદયાલ ઉપાધ્યાય-ગયા રેલ્વે વિભાગના કરવંડિયા રેલ્વે સ્ટેશન નજીક બનારસ-રાંચી વંદે ભારત એક્સપ્રેસ પર કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. જેના કારણે એક કોચની બારી તૂટી ગઈ હતી. બનારસથી રાંચી જતી વંદે ભારત એક્સપ્રેસ જ્યારે સાસારામ રેલ્વે સ્ટેશનથી નીકળી ત્યારે ચાર-પાંચ કિલોમીટરની મુસાફરી પછી અચાનક એક તીક્ષ્ણ પથ્થર કોચ નંબર C7ની બારી સાથે અથડાયો હતો. જેના કારણે બારીના કાચ ફુટી ગયા હતા.

બારીના કાચ તૂટેલા જોવા મળ્યા

રેલવેમાં મુસાફરી કરી રહેલા મુસાફરે તાત્કાલિક રેલવેને આ અંગે જાણ કરી હતી. આ પછી, ટ્રેનની એસ્કોર્ટ ટીમ અને અન્ય સ્ટાફ દ્વારા ક્ષતિગ્રસ્ત બારીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મામલે આરપીએફના ઈન્સ્પેક્ટર સંજીવ કુમારે જણાવ્યું કે, પથ્થરમારાની માહિતી પર સાસારામ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર સુશીલ કુમારે તપાસ દરમિયાન આ ટ્રેનમાં તૈનાત ટ્રેન એસ્કોર્ટ પાર્ટી અને અન્ય સ્ટાફની પૂછપરછ કરી. જેમણે જણાવ્યું કે વંદે ભારત એક્સપ્રેસ સાસારામ સ્ટેશનથી 17:52 કલાકે રવાના થયા પછી તરત જ કોચ નંબર C7ની બારીના કાચમાં તિરાડ જોવા મળી હતી.

ઘટનાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે

આ સંદર્ભે જ્યારે મુસાફર સાથે વાત કરવામાં આવી તો તેણે જણાવ્યું કે, સાસારામ સ્ટેશનથી ત્રણ-ચાર કિલોમીટર દૂર કારાબંદિયા સ્ટેશન પાસે, અચાનક ટ્રેનની બારીમાંથી જોરદાર અવાજ આવ્યો અને તેણે જોયું કે મારી સામે દક્ષિણ બાજુનો કાચ તૂટી ગયો હતો. ટ્રેનમાં ફરજ પરના રેલવે સ્ટાફને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. જે બાદ રેલવે સ્ટાફ પણ ઉક્ત કોચ પર પહોંચી ગયો અને ક્ષતિગ્રસ્ત કાચનું નિરીક્ષણ કર્યું હતું. આરપીએફ નિરીક્ષકે કહ્યું કે હાલ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તોફાની તત્વોની ઓળખ કરી કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button