ટ્રેન્ડિંગનેશનલ

સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં 13 કલાક સુધી મૃતદેહ સાથે મુસાફરી કરી

  • પરિવાર સાથે સુરતથી અયોધ્યા જઈ રહેલા વ્યક્તિનું ચાલુ ટ્રેને મૃત્યુ
  • ટ્રેનમાં તેનું મૃત્યુ બાદ તેના પરિવારે 13 કલાક મૃતદેહ સાથે મુસાફરી કરી

ઝાંસી, 04 જાન્યુઆરી: અમદાવાદથી અયોધ્યા જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના સ્લીપર કોચના મુસાફરોને લગભગ 13 કલાક સુધી મૃતદેહ સાથે મુસાફરી કરવાની ફરજ પડી હતી. જ્યારે ટ્રેન 13 કલાક પછી ઝાંસી રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે કોચમાંથી મૃતદેહ કાઢવામાં આવ્યો હતો. જે બાદ જીઆરપીએ મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન મૃતકની પત્ની મૃતદેહ સાથે બેઠી રહી હતી.

મૃતક તેની પત્ની, નાના બાળકો અને એક સાથી સાથે સુરતથી અયોધ્યા જઈ રહ્યો હતો. આ મુસાફરી દરમિયાન તે ટ્રેનમાં સૂઈ ગયો હતો. પરંતુ કલાકો પછી પણ તે જાગ્યો ન હતો ત્યારે નજીકમાં બેઠેલા લોકોને શંકા ગઈ હતી અને તેને હલાવવા પર જાણવા મળ્યું કે વ્યક્તિનો શ્વાસ બંધ થઈ ગયો હતો.

મૃતદેહ સાથે 13 કલાક સુધી મુસાફરી કરી

રામકુમાર તેની પત્ની, બે બાળકો અને સાથી સુરેશ યાદવ સાથે સાબરમતી એક્સપ્રેસના સ્લીપર કોચ નંબર S-6ની સીટ નંબર 43, 44, 45 પર મુસાફરી કરી રહ્યાં હતાં. રામકુમાર અયોધ્યાના ઇનાયત નગર સ્થિત મજલાઈ ગામના રહેવાસી હતા. તેઓ સુરતથી અયોધ્યા જતી ટ્રેનમાં બેઠા હતા. સુરેશના કહેવા પ્રમાણે મુસાફરી દરમિયાન રામકુમાર રાત્રે સૂઈ ગયા હતા. મંગળવારે સવારે 8 વાગ્યાની આસપાસ તેણે રામકુમારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે જાગ્યો નહોતો અને તેમના ધબકારા બંધ થઈ ગયા હતા.

સુરેશે જણાવ્યું કે રામકુમારની પત્ની અને બાળકો તેમની સાથે હતા, તેથી તેમણે મુસાફરી દરમિયાન તેમને કંઈપણ કહ્યું નહીં. જ્યારે ટ્રેન રાત્રે 8.30 વાગ્યે ઝાંસીના વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે જીઆરપીની મદદથી રામકુમારના મૃતદેહને ટ્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.

મૃતકની પત્નીએ શું કહ્યું?

મૃતકની પત્ની પ્રેમાએ રડતા રડતા કહ્યું કે, “જ્યારે તે 8 વાગે ઉઠી હતી ત્યારે તે બોલ્યા નહોતો. શરીર ગરમ હતું તેથી અમે કંઈ સમજી શક્યા નહીં. અમે તેમને જગાડવાનો પ્રયત્ન કર્યો પણ તે કંઈ બોલ્યા ન હતા. તેથી અમને લાગ્યું કે તે સૂઈ રહ્યા છે, પછી ખબર પડી કે તેઓ આ દુનિયામાં નથી રહ્યા.”

સાથી સુરેશ યાદવે શું કહ્યું?

મૃતકના સાથી સુરેશે કહ્યું કે, “અમે સાબરમતી ટ્રેનમાં આવી રહ્યા હતા. રામકુમાર સુરતમાં વાહન ચલાવતા હતા, પરંતુ તેઓ હવે બીમાર રહેતા હતા, અનેક ડૉક્ટરોને બતાવ્યા પછી પણ તેમની તબીયત સારી ન થતાં અમે તેમને તેમના ઘરે ફૈઝાબાદ લઈ જઈ રહ્યા હતા. મુસાફરી દરમિયાન તેમણે અમારી સાથે વાતો પણ કરી હતી અને પછીં તેઓ ઊંઘી ગયા હતા અને ઊંઘમાં જ તેમનું મૃત્યુ થયું હતું. તેમનું મૃત્યુ ક્યારે થયું એ અમને પણ ખબર પડી ન હતી. સવારે 8 વાગ્યે મને ખબર પડી પણ પછી મેં કોઈને જાણ નતી કરી.”

આ પણ વાંચો: ઇસ્લામ અપનાવવાનું પત્નીનું દબાણ સહન ન થતાં પતિનો આપઘાત 

Back to top button