IPLટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

Team India માં જલદી મળશે ચાન્સ? આશાની કિરણ બનીને ગરજ્યા Gez ખેલાડીઓ

Top 5 Young Players of IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનનો શાનદાર પ્રારંભ થઈ ચૂક્યો છે. ટૂર્નામેન્ટના શરૂઆતના માત્ર છ મુકાબલાઓમાં જ કેટલાક એવા યુવા ચહેરાઓ સામે આવ્યા છે જેમણે દિગ્ગજોને પણ પ્રભાવિત કર્યા છે. ક્રિકેટ પ્રેમીઓને આ ખેલાડીઓમાં ભારતનું ભવિષ્ય નજરે પડી રહ્યું છે. અત્યાર સુધીના પ્રદર્શનના આધારે આ પાંચ યુવા ખેલાડીઓ ચર્ચામાં છે:

1. વૈભવ સૂર્યવંશી (Vaibhav Sooryavanshi)

જૂનિયર લેવલ પર તરખાટ મચાવનાર વૈભવ સૂર્યવંશીએ હવે આઈપીએલના મોટા મંચ પર પણ પોતાની ધાક જમાવી છે. સીએસકે (CSK) ના દિગ્ગજ બોલરો સામે તેણે જે રીતે બેટિંગ કરી છે તે જોઈને પૂર્વ ક્રિકેટરો પણ તેને ટૂંક સમયમાં ‘બ્લૂ જર્સી’માં જોવાની આશા રાખી રહ્યા છે.

2. અંગકૃષ રઘુવંશી (Angkrish Raghuvanshi)

KKR ના બેટ્સમેન અંગકૃષ રઘુવંશીએ શરૂઆતની મેચોમાં શાનદાર લય બતાવી છે. અત્યાર સુધી રમાયેલી બે મેચોમાં તેણે 51.50 ની સરેરાશથી 103 રન બનાવ્યા છે અને બંને મેચમાં અડધી સદી ફટકારી છે. હાલમાં તે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ટોચ પર છે.

3. સમીર રિઝવી (Sameer Rizvi)

લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં સમીર રિઝવી ‘સંકટમોચક’ સાબિત થયો હતો. દિલ્હીની ટીમ જ્યારે 26 રનમાં 4 વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં હતી, ત્યારે રિઝવીએ અણનમ 70 રનની ઈનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. તેની પરિપક્વતાના ચારેબાજુ વખાણ થઈ રહ્યા છે.

4. અનિકેત વર્મા (Aniket Verma)

સનરાઈઝર્સ હૈદરાબાદના 24 વર્ષીય ખેલાડી અનિકેત વર્માએ RCB સામે માત્ર 18 બોલમાં 43 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. લોઅર ઓર્ડરમાં આવીને આક્રમક બેટિંગ કરવાની તેની ક્ષમતાએ હૈદરાબાદના ચાહકોમાં નવી આશા જગાડી છે.

5. બ્રિજેશ શર્મા (Brijesh Sharma)

રાજસ્થાન રોયલ્સના યુવા ફાસ્ટ બોલર બ્રિજેશ શર્માએ પોતાની કરકસરયુક્ત બોલિંગથી પ્રભાવિત કર્યા છે. CSK સામેની મેચમાં તેણે 3 ઓવરમાં માત્ર 17 રન આપીને એક વિકેટ ઝડપી હતી. તેની 5.67 ની ઈકોનોમી ટી20 ફોર્મેટમાં પ્રશંસનીય ગણાય છે.

આ પાંચેય ખેલાડીઓએ સાબિત કર્યું છે કે જો તેઓ આવું જ પ્રદર્શન ચાલુ રાખશે તો ભારતીય પસંદગીકારો તેમને અવગણી શકશે નહીં.

આ પણ વાંચોઃ જ્યારે નશામાં ભાન ભૂલ્યા ‘જગ્ગુ દાદા’! જેકી શ્રોફે દારૂના નશામાં તબ્બુ સાથે કર્યું હતું આવું વર્તન?

આ પણ વાંચોઃ પાકિસ્તાનથી આવેલી સીમા હૈદરના ઘરે નામકરણ સંસ્કાર, દીકરાનું નામ રાખ્યું ‘ભારત’

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button