આજે સપ્તાહનું છેલ્લુ ટ્રેડિંગ સત્ર, સાપ્તાહિક એક્સપાયરી, વૈશ્વિક નરમાઇ બજારને પછાડશે

મુંબઇ, 17 એપ્રિલ, 2025: યુએસ અર્થતંત્ર અંગે ફેડરલ રિઝર્વના ચેરમે જેરોમ પોવેલે કહ્યું કે ટેરિફ વોર એક મોટી સમસ્યા છે જેના કારણે મોંઘવારી અને બેરોજગારીની ચિંતા છે. આ વૃદ્ધિને અસર કરશે. પરિણામે ગઈ કાલે અમેરિકન માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. ડાઉ જોન્સ 700 પોઈન્ટ અને નાસ્ડેક 3% તૂટ્યો હતો. ભારતીય બજારની વાત કરીએ તો ગઈકાલે નિફ્ટી 108 અંક વધીને 23437 ના સ્તર પર બંધ થયો હતો. આવતીકાલે ગુડફ્રાઇડેની રજા હોવાથી આજે સપ્તાહનું છેલ્લું ટ્રેડિંગ સત્ર છે અને સાપ્તાહિક એક્સપાયરી પણ છે. SGX નિફ્ટી 95 પોઈન્ટ ડાઉન છે જે દર્શાવે છે કે માર્કેટ ગેપ-ડાઉન સાથે ખુલી શકે છે.
આ લખાય છે ત્યારે સવારના 8.30ની આસપાસ ગિફ્ટ નિફ્ટી નરમ સંકેત બતાવી રહી છે. ત્યારે વૈશ્વિક પ્રવાહોને અવગણતા એશિયન બજારો ગુરુવારે સવારે મજબૂત દેખાઇ રહ્યા છે. જાપાનનો નિક્કેઇ 225 0.59 ટકા ઊંચો ખુલ્યો હતો, જ્યારે ટોપીક્સ 0.26 ટકાની વૃદ્ધિ થઇ હતી. બીજી બાજુ દક્ષિણ કોરિયાનો કોસ્પી પ્રારંભિક ટ્રેડમાં 0.41 ટકા મજબૂત રહ્યો હતો, જ્યારે સ્મોલ કેપ કોસડેક 1.02 ટકા વધ્યો હતો
નિષ્ણાતોના અનુસાર નિફ્ટીમાં થઇ રહેલી ઉતર ચડ બતાવે છે બજાર હવે ધીમે ધીમે વૈશ્વિક ટેરિફ વોરને પચાવી રહ્યુ છે. નિફ્ટીમાં ઉપરમાં 23,500 અને 23,700માં મહત્ત્વનું રેઝિસ્ટન્સ સ્તર છે ત્યારે જો આ સપાટી તૂટશે તો નવેસરની તેજી અને શોર્ટ કવરીંગ નીકળી આવશે. જ્યારે પ્રોફીટ બુકીંગ સામે 23,200થી 23,300ની મહત્ત્વની સપાટી છે જો તે તૂટસે તો એક તબક્કે 23,000 સુધી નિફ્ટી જઇ શકે છે.
આ પણ વાંચોઃ પેટીએમના માલિક વિજયશેખરે 1800 કરોડ રૂપિયાના શેર પરત આપ્યા!












