મારા કરતા હેન્ડસમ અને ટેલેન્ટેડ લોકો છે, પરંતુ અહીં કિસ્મત ચાલે છેઃ અક્ષયકુમાર

- અક્ષયકુમારે પોતાના શાનદાર અભિનય, કોમિક ટાઈમિંગ અને અનેક ફિલ્મોમાં એક્શનથી દર્શકોના દિલ જીતીને એક એક્શન સ્ટાર તરીકે પોતાની જાતને સ્થાપી છે
HD ન્યુઝ ડેસ્કઃ બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે તાજેતરમાં જ ઇન્ડસ્ટ્રીમાં 34 વર્ષ પૂરા કર્યા છે. આ વર્ષો દરમિયાન તેણે પોતાના શાનદાર અભિનય, કોમિક ટાઈમિંગ અને અનેક ફિલ્મોમાં એક્શનથી દર્શકોના દિલ જીતીને એક એક્શન સ્ટાર તરીકે પોતાની જાતને સ્થાપી છે. તેણે તાજેતરમાં જ પોતાની ફિલ્મ કારકિર્દી વિશે ખુલાસો કરતા કહ્યું કે ઈન્ડસ્ટ્રીમાં તેમના કરતા હેન્ડસમ અને ટેલેન્ટેડ કલાકારો છે. તેમને હજુ સુધી તે તકો મળી નથી જે ખુદને મળી છે.
નસીબ મહત્ત્વનું છે
અભિનેતાએ જણાવ્યું કે તેની આદતોના કારણે તેને લાંબા સમય સુધી ફિલ્મોમાં રહેવાની તક મળી. તે માને છે કે એવા લોકો છે જે તેના કરતા સારા દેખાય છે અને વધુ સક્ષમ છે, પરંતુ તેમને તે તક મળી નથી. અક્ષયે કહ્યું, ઘણા લોકો મારા કરતા સારા દેખાય છે, વધુ પ્રતિભાશાળી છે. હું તેમને જોઉં છું અને વિચારું છું કે તેઓ મારા કરતા સારા છે, પરંતુ તેમને હજુ સુધી તક મળી નથી. અહીં નસીબ મોટી ભૂમિકા ભજવે છે. હું ભાગ્યશાળી હતો કે હું યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હતો.
ફિલ્મ કારકિર્દી
અક્ષય કુમારે તેની કારકિર્દીની શરૂઆત 1991માં આવેલી ફિલ્મ સૌગંધથી કરી હતી. જોકે તેનું ડેબ્યૂ ફ્લોપ રહ્યું હતું. બાદમાં તેને 1992ની ફિલ્મ ખિલાડીથી ઓળખ મળી, જેણે તેને એક્શન હીરો તરીકે સ્થાપિત કર્યો. તેણે મોહરા, મેં ખિલાડી તુ અનાડી, સબસે બડા ખિલાડી, ખિલાડીઓ કા ખિલાડી અને ધડકન જેવી નોંધપાત્ર ફિલ્મોમાં અભિનય કર્યો છે.
આગામી ફિલ્મો
અક્ષય કુમાર આ વર્ષે કેસરી 2, હાઉસફુલ 5 અને જોલી એલએલબી 3 જેવી ફિલ્મોથી ધૂમ મચાવી ચૂક્યા છે. આગામી ફિલ્મોમાં વેલકમ ટુ ધ જંગલ, ભૂત બંગલા, હેરાફેરી 3 અને હૈવાન જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ પ્રેગનન્ટ છે સોનમ કપૂર, લગ્નના સાત વર્ષ પછી બીજી વખત માતા બનશે અભિનેત્રી












