અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

રાજ્યના વર્તમાન DGP વિકાસ સહાયને મળ્યું છ મહિનાનું એક્સટેન્શન

ગાંધીનગર, 30 જૂન, 2025ઃ DGP Vikas Sahay ગુજરાતમાં વર્તમાન ડીજીપી વિકાસ સહાયને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. સહાયને છ મહિનાનું એક્સ્ટેન્શન્સ આપવામાં આવ્યું છે. આમ તો છેલ્લા થોડા સમયથી ગુજરાત પોલીસ વિભાગમાં આગામી સમયમાં મોટા ફેરફારોને અટકળો ચાલી રહી હતી. અને રાજ્યના સૌથી વરિષ્ઠ IPS અધિકારી અને વર્તમાન પોલીસ વડા (DGP) વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન મળી શકે છે તેવી અટકળો ચાલી રહી હતી, જે છેવટે સાચી સાબિત થઈ છે.

જોકે, આ અગાઉ છેલ્લા બે દિવસથી પોલીસ બેડામાં ચાલતી અટકળો અનુસાર અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર જી.એસ. મલ્લિકનું નામ નવા ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) પદ માટે મોખરે ચાલી રહ્યું હતું. તેના પર હવે હાલ પૂરતું પૂર્ણ વિરામ મૂકાઈ ગયું છે.

ડીજીપી વિકાસ સહાય આજે 30 જૂને નિવૃત્ત થવાના હતા. તેમને વિદાયમાન આપવા માટેની તૈયારીઓ પણ પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી. પરંતુ બપોર બાદ સમાચાર આવ્યા કે સહાયને ત્રણ મહિના માટે એક્સટેન્શન આપવામાં આવ્યું છે. જોકે, આ અગાઉ આજે સવારથી એવી ચર્ચા થઈ રહી હતી કે વિકાસ સહાયને એક્સટેન્શન આપવામાં નહીં આવે અને તેમના સ્થાને કોને ડીજીપી બનાવવા તેની છેલ્લી ઘડીની વિચારણા ચાલી રહી છે. આ માટેના સંભવિત નામો પણ વહેતાં થયાં હતાં જેમાં અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલ્લિકનું નામ હોવાનું પણ ચર્ચાતું હતું.

આઇપીએસ વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે અને તેમણે ગુજરાત પોલીસ વિભાગમાં વિવિધ મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી છે. રાજ્યમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપનામાં તેમની ભૂમિકા નોંધપાત્ર રહી છે.

આ અગાઉ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની નિવૃત્તિ બાદ નવા પોલીસ વડા કોણ હશે તે અંગે પણ અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી. તેમના પછી મનોજ અગ્રવાલનું નામ પણ ચર્ચામાં હતું કારણ કે તેઓ આગામી સપ્ટેમ્બર મહિનામાં નિવૃત્ત થઈ રહ્યા છે. જેથી તેમને ત્રણ મહિના માટે રાજ્યના પોલીસ વડા બનાવવામાં આવે તેવી શક્યતાઓ સૂત્રો વ્યક્ત કરી રહ્યા હતા. આ ઉપરાંત શમશેરસિંઘનું નામ પણ ડીજીપીના પદ માટે ચર્ચામાં હતું. હાલમાં તેઓ ડેપ્યુટેશન પર છે અને 2026માં નિવૃત્ત થવાના છે.

આ પણ વાંચોઃ ડેન્ગ્યુ સામે સાવધાની માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે બનાવી યોજનાઃ જાણો

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button