ટ્રેન્ડિંગનેશનલમીડિયાયુટિલીટીલાઈફસ્ટાઈલ

‘કોરિયન લવર’ ગેમનું ખતરનાક રહસ્ય: ગાજિયાબાદમાં ત્રણ બહેનોના મૃત્યુથી લોકોમાં ભય

ઉત્તર પ્રદેશ, 4 ફેબ્રુઆરી 2026:  ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાંથી એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. થાણા ટીલામોડ વિસ્તારમાં આવેલી ભારત સિટી સોસાયટીમાં મંગળવાર રાત્રે આશરે 2:30 વાગ્યે ત્રણ નાબાલિક બહેનો—નિશિકા (16), પ્રાચી (14) અને પાખી (12)—ના મૃત્યુની ઘટના બની. પ્રાથમિક તપાસ મુજબ, ત્રણેય બહેનો ‘કોરિયન લવર’ નામની ઓનલાઈન ટાસ્ક-બેઝ્ડ ગેમની આદી હતી અને આ ગેમ સાથે જોડાયેલા દબાણને ઘટનાનું સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે.

મધરાતે સોસાયટીમાં છવાયો શોક

રાત્રિના સન્નાટામાં અચાનક ઉઠેલી ચીસોએ આખી સોસાયટીને હચમચાવી દીધી. લોકો બહાર દોડી આવ્યા ત્યારે ત્રણેય બહેનો ગ્રાઉન્ડ પર અચેત હાલતમાં મળી આવી. ઘટનાસ્થળેથી પોલીસે એક પાનાનું સ્યુસાઇડ નોટ મળ્યું છે, જેમાં માત્ર “મમ્મી-પપ્પા સોરી” લખેલું હતું. આ શબ્દો બાળકીઓ પર પડેલા માનસિક દબાણ તરફ ઈશારો કરે છે, જે તપાસનો મુખ્ય મુદ્દો બની ગયો છે.

પિતાનું નિવેદન

મૃતક બહેનોના પિતા ચેતન કુમારએ જણાવ્યું કે તેમની દીકરીઓ છેલ્લા કેટલાક સમયથી એક કોરિયન ઓનલાઈન ગેમ રમતી હતી. તેમના કહેવા મુજબ, ગેમમાં કુલ 50 ટાસ્ક હતા અને ઘટનાના દિવસે છેલ્લો ટાસ્ક હતો. પોલીસે તપાસ માટે ત્રણેયના મોબાઇલ ફોન જપ્ત કર્યા છે અને ડિજિટલ તપાસ શરૂ કરી છે. પિતાના જણાવ્યા અનુસાર, બહેનોને ટાસ્ક પૂર્ણ કરવા માટે બે સ્ટેપવાળી સીડીનો ઉપયોગ કર્યો હતો.

પોલીસનું નિવેદન

આ મામલે ACP અતુલ કુમારએ જણાવ્યું કે રાત્રે 2:15 વાગ્યે PRV મારફતે માહિતી મળી હતી કે ભારત સિટી સોસાયટીના ટાવર B-1, ફ્લેટ નંબર 907ની બાલ્કનીમાંથી ત્રણ બાળકી નીચે પડી ગઈ છે. તાત્કાલિક પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ત્રણેય બાળકીઓને અચેત હાલતમાં ગ્રાઉન્ડ પર જોઈ. એમ્બ્યુલન્સ દ્વારા તેમને 50 શૈયા હોસ્પિટલ, લોણી લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી. હાલ પોલીસે પોસ્ટમોર્ટમ બાદ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ઓનલાઈન ગેમ્સ અને બાળકોની સુરક્ષા પર સવાલ

આ ઘટના ફરી એકવાર ઓનલાઈન ટાસ્ક-બેઝ્ડ ગેમ્સ અને બાળકો પર તેની માનસિક અસર અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. નિષ્ણાતોનું માનવું છે કે આવા ગેમ્સમાં આપાતા ટાસ્ક્સ ક્યારેક બાળકો પર ભારે માનસિક દબાણ ઉભું કરી શકે છે, જેને સમયસર ઓળખવું ખૂબ જરૂરી છે. જો કોઈ બાળક કે યુવાન માનસિક તણાવમાં હોય, તો પરિવાર અને સમાજે તરત મદદ કરવી જોઈએ. જરૂર પડે તો માનસિક આરોગ્ય નિષ્ણાતો અથવા હેલ્પલાઇનનો સહારો લેવું અત્યંત મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો : ભૂમાફિયામાં હડકંપ, SDM ખુદ બુલડોઝર લઈને ગેરકાયદેસર બાંધકામ તોડવા પહોંચી ગયા

Back to top button