ગુજરાતટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

“ચીની કમ” પુત્રીની ફ્રેન્ડને, ફ્રેન્ડનાં પપ્પા સાથે પ્રેમ પાંગર્યો અને પછી ફ્રેન્ડની મમ્મી સાથે કર્યું એવું કે પોલીસ પણ ચોંકી ગઇ

Text To Speech

સુરત શહેરના પોશ ગણાતા અમરોલીમાં પરણીતાને ફોન પર હચમચાવી દેતી ધમકી આપવામાં આવી. સામેથી કોઇ અજાણી મહિલા દ્વારા ધમકી ભરી ભાષામાં કહેવામા આવ્યું કે, “તારા પતિ સાથે લગ્ન કરવાની છું, થાય તે કરી લેજે અને હું તારૂ ખૂન કરાવી નાખીશ.” જી હા, પ્રથમ દ્રષ્ટિએ જ ખબર પડી જાય કે આ કોઇ એક્સ્ટ્રા મેરેટીયલ અફેરની કહાની છે. આ વાત બીલકુલ સાચી છે. બીજા લગ્ન કરનાર મહિલાના પતિ સાથે પ્રેમસંબંધ ધરાવનાર પેહલી પતિની પુત્રીની ફ્રેન્ડ વોટ્સેપમાં વોઇસ મેસેજ મોકલીને આવી ગર્ભિત ધમકી આપ્યાનું ફલિત થતા જ શહેરનાં અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાઇ.

પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, સુરતમાં એક પ્રેમ કહાનીમાં હત્યા કરી નાખવા સુધીની ધમકી આપ્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધવામાં આવ્યો છે. આ બનાવ વિષે સાંભળીને પોલીસ સહીત સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. મૂળ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ભાદ્રોદ ગામના વતની અને હાલ અમરોલીમાં રેહાતા હેમલતા રાજુભાઈ ગુજરિયાનાં પૂર્વ પતિનું વર્ષ 2003 માં મૃત્યુ થયું હતું. બાદમાં ૨૦૨૦ માં તેણીએ રાજુભાઈ નાથાભાઈ ગુજરિયા સાથે લગ્ન કર્યા.

હેમલતા રાજુભાઈ ગુજરિયાને પ્રથમ પતિ થકી સંતાનોમાં બે પુત્રો છે જે હાલ મુંબઈ રહે છે. જ્યારે પુત્રી વિરલ પરણિત છે. પરણિત પુત્રી વિરલની ફ્રેન્ડ ઋતુ રાજેશ શાહુ ક્યારેક ક્યારેક તેના ઘરે આવતી. ઋતુની આંખ તેણીની ફ્રેન્ડનાં પપ્પા એટલે કે રાજુભાઈ ગુજરિયા સાથે મળી ગઇ અને ધીરે ધીરે વાતચીતના સિલસિલાથી એક પ્રેમ પ્રકરણ શરૂ થઇ ગયું. હેમલતા આ વાતથી તદન અજાણ હતી. પરંતુ થોડા દિવસો આગાઉ જ્યારે રાજેશને ઋતુ સાથે વાત કરતા ઝડપી લીધો ત્યારે બંને વચ્ચે ઉગ્ર જઘડો થયો.

રાજુએ તેની પત્નીને મારમારીને ધમકી આપી કે, હું ઋતુ સાથે ભાગી જવાનો છું. તારી સાથે મારે હવે નથી રેહવું મને છુટા છેડા આપી દે એવું કહીને રાજુ ઘર છોડીને ભાગી ગયો હતો. બાદમાં પરણીતાને ઋતુ શાહુએ વોટ્સેપમાં ધમકીઓ આપવાનું શરૂ કરતા પરણીતા અને અંતે મારી નાખવાની ધમકી સુધી વાત પહોંચી જતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોતાની ફ્રેન્ડનાં પપ્પાનાં પ્રેમમાં એટલે કે પોતાનાં પપ્પાની ઉમરનાં વ્યક્તિનાં પ્રેમમાં, જો કે આજનાં જમાનામાં આવુ થાય છે કે પોતાનાથી ડબલ ઉમરનાં વ્યક્તિ સાથે પ્રેમ પણ થાય છે અને લગ્ન પણ થાય છે. પરંતુ “ચીની કમ” જેવી આવી અનેક કહાનીનાં આયામો જુદા હોય છે, જ્યારે ઋતુએ આ કિસ્સામાં તમામ હદ વટાવી અને સમાજની આખો ખોલતી કહાની સામે આવી.

Back to top button