ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉત્તરકાશીમાં ખાઈમાં પડેલી બસના કૂરચા બોલી ગયા; આખી રાત ઓપરેશન ચાલ્યું, ખૌફનાક દ્રશ્યો જોઈને લોકો કંપી ગયા

Text To Speech

રવિવારે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના પુરોલા વિસ્તારમાં ડામટા પાસે મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 25 લોકોના કરૂણ મોત થયા હતા. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ મુસાફરો મધ્યપ્રદેશના હતા. આ ભયાનક અકસ્માતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બસ ખાઈમાં પડેલી જોઈ શકાય છે.

ખાઈમાં પડેલી બસના કૂરચા ઊડી ગયા
ઉત્તરકાશીના જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર દેવેન્દ્ર પટવાલે જણાવ્યું કે તમામ શ્રદ્ધાળુઓ યમુનોત્રી ધામના દર્શન કરવા જઈ રહ્યા હતા. શ્રદ્ધાળુઓ મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના રહેવાસી હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. અકસ્માત બાદ ખાડામાં પડેલી બસના કૂરચા ઊડી ગયા હતા અને જમીન મૃતદેહોથી ઢંકાઈ ગઈ હતી. દ્રશ્ય એટલું ભયાનક હતું કે જોનારાઓના આત્મા કંપી ઉઠ્યા હતા.

દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ જિલ્લા વહીવટીતંત્રને પીડિતોને તમામ શક્ય મદદ આપવાનો નિર્દેશ આપ્યો હતો. યમુનોત્રી માર્ગ પર બસ દુર્ઘટનાની માહિતી મળતાં, મુખ્યમંત્રી રાજ્ય સચિવાલય ખાતેના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં પહોંચ્યા અને અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો.

CM ધામીએ દુર્ઘટનામાં માર્યા ગયેલા શ્રદ્ધાળુઓના નજીકના પરિવારને 1 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વળતરની જાહેરાત કરી હતી

PM-CMએ સહાય રકમની જાહેરાત
CM ધામીએ દુર્ઘટનામાં માર્યા ગયેલા શ્રદ્ધાળુઓના નજીકના પરિવારને 1 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વળતરની જાહેરાત કરી હતી. મૃતકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.

Back to top button