ટ્રેન્ડિંગધર્મ

અમરનાથ ગુફાનું અદ્ભુત રહસ્ય: બે સફેદ કબૂતરો જોઈને મળે છે મોક્ષના આશીર્વાદ

secret of Amarnath cave:   હિમાલયની બરફીલી વાદીઓમાં આવેલું બાબા અમરનાથ ધામ કરોડો શિવભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. અહીં બનેલા પવિત્ર હિમલિંગના દર્શનને મોક્ષદાયી માનવામાં આવે છે. પરંતુ આ ગુફા સાથે જોડાયેલું એક વિશેષ રહસ્ય ભક્તોને વધુ આકર્ષે છે – તે છે અમરનાથ ગુફામાં દેખાતા બે સફેદ કબૂતરોનું જોડું.

ધાર્મિક માન્યતા અનુસાર, આ કબૂતરો કોઈ સામાન્ય પક્ષી નથી. આ અમરકથા સાથે જોડાયેલા દિવ્ય પ્રતીક છે. જે ભક્તને આ બે કબૂતરોના દર્શન થાય છે, તેના પર ભગવાન શિવની વિશેષ કૃપા વરસે છે અને મોક્ષના આશીર્વાદ મળે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

અમરકથા અને કબૂતરોની પૌરાણિક કથા:

પુરાણો અનુસાર, માતા પાર્વતી લાંબા સમયથી ભગવાન શિવ પાસે અમરત્વનું રહસ્ય જાણવા માગતાં હતાં. શિવજી આ ગૂઢ જ્ઞાન કોઈને જણાવવા માંગતા ન હતા. પરંતુ પાર્વતીજીના વારંવાર આગ્રહને કારણે તેમણે અમરકથા કહેવાનું નક્કી કર્યું.

તેમણે એવી જગ્યા પસંદ કરી જ્યાં કોઈ ત્રીજું પ્રાણી ન હોય. તે જગ્યા હતી અમરનાથ ગુફા. ગુફામાં પહોંચતા પહેલા શિવજીએ પોતાના તમામ સાથીઓને વિવિધ સ્થળોએ છોડી દીધા – નંદીને પહેલગામમાં, ચંદ્રને ચંદનવાડીમાં અને અન્યને વિવિધ સ્થાને.

ગુફામાં પાર્વતીજીને અમરકથા કહેવાની શરૂઆત કરી. કથા સાંભળતાં સાંભળતાં પાર્વતીજીને ઊંઘ આવી ગઈ, પરંતુ શિવજીને ખબર ન પડી. આ દરમિયાન ગુફામાં હાજર બે સફેદ કબૂતરો આખી કથા સાંભળી રહ્યા હતા. કથા પૂરી થયા પછી જ્યારે શિવજીને ખબર પડી તો તેઓ ક્રોધિત થયા, પરંતુ કબૂતરોએ વિનંતી કરી કે તેઓએ કથા સાંભળી લીધી છે.

શિવજીએ તેમને આશીર્વાદ આપ્યા કે તેઓ સદાય આ ગુફામાં રહેશે અને શિવ-પાર્વતીના પ્રતીક તરીકે જીવશે. ત્યારથી આ કબૂતરોને અમર પક્ષી માનવામાં આવે છે.

અમરનાથ યાત્રા દરમિયાન અનેક શ્રદ્ધાળુઓને આ કબૂતરોના દર્શન થાય છે. ભક્તો માને છે કે આ દર્શન શિવની વિશેષ કૃપાનું ચિહ્ન છે અને તેનાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ તેમજ અંત સમયે મોક્ષ પ્રાપ્તિનો માર્ગ પ્રશસ્ત થાય છે.

આ પણ વાંચો : દરરોજ એક જ ટોલ પ્લાઝા પરથી પસાર થાવ છો તો FASTag મંથલી પાસ છે ફાયદાકારક, જાણો પ્રોસેસ

Back to top button