ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

પહેલી ટી20 મેચમાં ભારતની એકતરફી જીત, સાઉથ આફ્રિકા સામે 101 રને શાનદાર જીત નોંધાવી

કટક, 10 ડિસેમ્બર 2025: કટકમાં રમાયેલી પ્રથમ T20I મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 101 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 176 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં, આફ્રિકન ટીમ 12.3 ઓવરમાં 74 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ દક્ષિણ આફ્રિકાનો તેમના T20I ઇતિહાસમાં સૌથી ઓછો સ્કોર છે. તેમનો અગાઉનો સૌથી ઓછો સ્કોર 87 રન હતો. આ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું.

ભારત માટે હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરી.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, ટીમ ઇન્ડિયાની મેચમાં શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર શુભમન ગિલ પ્રથમ ઓવરમાં 2 બોલમાં 4 રન બનાવીને આઉટ થયો. ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ આ મેચમાં સારું પ્રદર્શન કરી શક્યો નહીં, તેમણે 11 બોલમાં 12 રન બનાવ્યા. હાલમાં ઉત્તમ ફોર્મમાં રહેલા અભિષેક શર્માએ 12 બોલમાં 17 રન બનાવ્યા. આ ઉપરાંત, તિલક વર્માએ 26 રન અને અક્ષર પટેલે 22 રનનું યોગદાન આપ્યું. આ મેચમાં ભારતનો સ્ટાર બેટ્સમેન હાર્દિક પંડ્યા હતો, જેણે 28 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને અણનમ 59 રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકા માટે લુંગી ન્ગીડીએ સૌથી વધુ વિકેટ લીધી. તેણે 4 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ લીધી.

દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ શરણાગતિ સ્વીકારી

176 રનના લક્ષ્યનો પીછો કરતા, દક્ષિણ આફ્રિકાની આ મેચમાં શરૂઆત સારી નહોતી. ક્વિન્ટન ડી કોક ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યા. ત્યારબાદ ટ્રિસ્ટન સ્ટબ્સ 16 રન બનાવીને આઉટ થયા. તેમણે 9 બોલમાં 14 રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકાને કેપ્ટન માર્કરામના રૂપમાં ત્રીજો ફટકો પડ્યો, જે 14 બોલમાં 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. આ ઉપરાંત, ડેવિડ મિલર 1, ડોનોવન ફેરેરા 5 અને માર્કો જેન્સન 12 રન બનાવીને આઉટ થયા. આફ્રિકન ટીમ માટે ડેવાલ્ડ બ્રેવિસે સૌથી વધુ 22 રન બનાવ્યા. તેને જસપ્રીત બુમરાહે આઉટ કર્યો. બોલિંગ વિભાગમાં, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહે, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે બે-બે વિકેટ લીધી.

આ પણ વાંચો: સાનિયા બની સતી: મુસ્લિમ યુવતીએ પહેલા હિન્દુ ધર્મ અપનાવ્યો પછી પ્રેમી સાથે મંદિરમાં લગ્ન કર્યા

Back to top button