નેશનલ

રાષ્ટ્રીય બાલિકા દિવસ : આજે કેમ મનાવવામાં આવે છે ? જાણો તેનો ઇતિહાસ અને અન્ય મહત્વની વાતો

સમગ્ર દેશમાં દર વર્ષે 24 જાન્યુઆરીએ એટલે કે આજના દિવસે રાષ્ટ્રીય બાળકી દિવસ મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય બાલિકા દિવસ નો મુખ્ય ધ્યેય દેશમાં છોકરીઓને આત્મનિર્ભર બનાવવાનો અને તેમને મહત્વપૂર્ણ દરજ્જો આપવાનો છે. આજના સમયમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યા છોકરીઓમાં ભેદભાવ રાખવામા આવે છે. જેમ કે કાનૂની અધિકારો, શિક્ષણમાં અસમાનતા, સુરક્ષા, તબીબી સંભાળ, બાળલગ્ન વગેરે સમસ્યાઓ સામેલ છે. જેથી રાષ્ટ્રીય બાલિકા દિવસનો હેતુ ભારતમાં લૈંગિક અસમાનતા વિશે જાગૃતિ વધારવાનો છે.

બાલિકા દિનનો ઈતિહાસ

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2008માં સૌ પ્રથમ આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. અને ત્યાર પછી દર વર્ષે રાષ્ટ્રિય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમા વિવિધ દિકરીઓને લગતા કેટલાક કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં વિવિધ નારીશક્તિઓને યાદ કરવામાં આવે છે. આ દિવસે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને નારી શક્તિ તરીકે યાદ કરવામાં આવે છે. આ દિવસે ઈન્દિરા ગાંધીએ પ્રથમ વખત વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેથી જ આ દિવસને રાષ્ટ્રિય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

રાષ્ટ્રીય બાલિકા દિવસ

બાલિકા દિવસનો ઉદ્દેશ્ય

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા મહિલાઓ અને બાળકીઓનો આર્થીક અને સામાજિક વિકાસ થાય અને તેમના સાથે થતા અન્યાયને અટકાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.અને તેનો ઉદ્દેશ શિક્ષણ, આરોગ્ય, કામ અને જીવનના અન્ય પાસાંઓમાં મહિલાઓ અને છોકરીઓ નડતી અડચણો દૂર કરીને સમાજમાં મહિલાઓને પણ સમાન તક આપવાનો છે.

વિવિધ કાર્યક્રમોનું આયોજન

રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે ‘એમ્પાવરિંગ ગર્લ્સ ફૉર અ બ્રાઇટર ટુમોરો’ની થીમ સાથે બાલિકા દિવસની ઉજવણી કરવામા આવે છે. બાલિકા દિનની થીમ દેશમાં છોકરીઓ અને મહિલાઓ સાથે કરવામાં આવતા વ્યવહારને પડકારવા અને તેમને વધુ સારુ જીવન અને વધુ સારી તકો પૂરી પાડવા માટે કામ કરવાની છે. આ દિવસે સરકાર દ્વારા મહિલા અને બાલિકાઓ માટે જાગૃતિ અભિયાનની ઝુંબેશ ચલાવે છે. તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આ દિવસે વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે. જેમાં સેવ ધ ગર્લ ચાઈલ્ડ, ચાઈલ્ડ સેક્સ રેશિયો અને બાળકી માટે સ્વસ્થ અને સુરક્ષિત વાતાવરણ બનાવવા સહિત અનેક જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે.

આ પણ વાંચો : GCMMFના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ચૂંટણી, જાણો કોની દાવેદારી છે પ્રબળ

Back to top button