ટ્રેન્ડિંગમનોરંજનવીડિયો સ્ટોરી

રિલ્સ બનાવવા માટે કાદવમાં સુઈ ગયો બિગ બોસનો આ સ્પર્ધક, જુઓ વાયરલ વીડિયોમાં

Text To Speech

HD  ન્યુઝ ડેસ્ક, 12 મે: આજ કાલ લોકો ફેમસ થવા માટે કંઈ પણ કરતા હોય છે.  પોતાની ઓળખ સ્થાપિત કરવા અને સતત ચર્ચામાં રહેવા માટે વિચિત્ર વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હોય છે. જેમાં સેલબ્રિટીઓ પણ પોતાના ફેન્સને ઇમ્પ્રેસ કરવા અને તેમની ચર્ચામાં રહેવા માટે અવનવા ગતકડા કરતા હોય છે. હાલમાં જે સોશિયલ મીડિયામાં એક બીગબોસ સ્પર્ધકનો વીડિયો પ્રકાશમાં આવ્યો છે. જેમાં તે કાદવમાં પડવાનો ગાડીમાં બેસી જાય છે. બિગ બોસના આ સ્પર્ધકની આવી વિચિત્ર હરકતથી ઇમ્પ્રેસન જમાવવાનો પ્રયત્ન કર્યો છે.

જુઓ અહીં આ વીડિયોમાં:

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

  આજકાલ પોતાની ઓળખ ઉભી કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક સારું માધ્યમ બની ગયું છે. આજના  સમયે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ કોઈ સેલિબ્રિટીથી ઓછા નથી. તેઓ લાખો-કરોડો ફેન ફોલોવિંગ ધરાવે છે. એવામાં આ ઇન્ફ્લુએન્સર  પોતાના ફેન્સને મનોરંજન કરાવવા માટે કંઈ પણ કરતા હોય છે. આ પ્રકારે તેઓ લાઈમલાઈટમાં પણ રહવાના પ્રયાસ કરતા હોય છે.પણ બિગ બોસના આ સ્પર્ધકે તો હદ કરી નાંખી. શું તમે રીલ બનાવવા માટે કાદવમાં સૂઈ શકો છો? પણ આ સોશિયલ મીડિયા સ્ટારે કરી બતાવ્યું છે.

વાસ્તવમાં, વાયરલ વીડિયોમાં  ‘બિગ બોસ’ ફેમ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર રીલ બનાવવા માટે કાદવમાં સુતેલો જોવા મળે છે. જે બીજું કોઈ નહીં પણ પુનીત સુપરસ્ટાર છે, જેણે ‘બિગ બોસ’માં ખૂબ ધમાલ મચાવી હતી અને તેના કારણે તેને શોમાંથી બહાર પણ કરવામાં આવ્યો હતો. પુનીત સુપરસ્ટાર તેની વિચિત્ર હરકતોને કારણે હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. પણ તે આ પ્રકારની હરકત કરશે તે કોઈને અપેક્ષા નહોતી.

આ પણ વાંચો: કોમેડિયન કુણાલ કામરાએ સલમાન ખાનની જાહેરમાં ઉડાવી મજાક, માફી માંગવાનો ઈનકાર

Back to top button