ટ્રેન્ડિંગનેશનલ

હવે વધુ શ્રદ્ધાળુઓને મોકલવા જોખમી, યમુનોત્રી ધામની યાત્રા સ્થગિત કરવા પોલીસની અપીલ

Text To Speech
  • યાત્રાના પહેલા દિવસે યમુનોત્રી જવાના રસ્તામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં પહાડી રસ્તાઓ પર ભક્તોની ભીડ ખચાખચ ભરેલી દેખાય છે

12 મે, યમુનોત્રીઃ બદ્રીનાથ ઘામના કપાટ ખુલવાની સાથે ઉત્તરાખંડના તમામ ચારેય ધામ કેદારનાથ-યમુનોત્રી અને ગંગોત્રીની યાત્રા શરૂ થઈ ચૂકી છે. પહેલા જ કેદારનાથમાં રેકોર્ડ સંખ્યામાં 32 હજાર શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. તેની વચ્ચે યાત્રાના પહેલા દિવસે યમુનોત્રી જવાના રસ્તામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં પહાડી રસ્તાઓ પર ભક્તોની ભીડ ખચાખચ ભરેલી દેખાય છે. વીડિયો સામે આવતા જ રાજ્ય સરકારની તૈયારીઓ પર સવાલ ઉઠ્યા છે. લોકો કહી રહ્યા છે કે ઉત્તરાખંડ સરકાર આવી પરિસ્થિતિમાં કેવી રીતે કહી શકે છે કે ચાર ધામ યાત્રામાં તમારું સ્વાગત છે? શનિવારે પોલીસ પ્રશાસને સ્પષ્ટતા કરતા જણાવ્યું કે હાલત સામાન્ય છે, હવે ભીડ નથી.

હવે વધુ શ્રદ્ધાળુઓને મોકલવા જોખમી, યમુનોત્રી ધામની યાત્રા સ્થગિત કરવા પોલીસની અપીલ hum dekhenge news

ઉત્તરકાશી પોલીસની પોસ્ટ

રવિવારે સવારે ઉત્તરકાશી પોલીસે એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે આજથી શ્રી યમુનોત્રી ધામ પર ક્ષમતા અનુસાર પર્યાપ્ત શ્રદ્ધાળુઓ પહોંચી ચૂક્યા છે. હવે વધારે શ્રદ્ધાળુઓને મોકલવા જોખમી છે. જે પણ શ્રદ્ધાળુઓ આજે યમુનોત્રીની યાત્રા પર આવી રહ્યા છે, તેમને વિનમ્ર અપીલ છે કે આજની યમુનોત્રીની યાત્રા સ્થગિત કરવામાં આવે.

વીડિયો પર ઉઠ્યા અનેક સવાલ

રવિવારે ખતરનાક સ્થિતિ દર્શાવનાર યમુનોત્રીનો વીડિયો સામે આવતા જ શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને ચિંતાઓ થવા લાગી છે. પ્રશાસન દ્વારા કરાયેલી વ્યવસ્થા પર અનેક સવાલ ઊભા થયા છે. વીડિયોમાં દેખાય છે કે કેટલાક લોકો ન તો આગળ વધી શકે છે, ન તો પાછળ જઈ શકે છે. કેટલાક લોકો ખતરનાક પહાડો પર ચઢતા પણ દેખાય છે. ખચ્ચર તથા ડોલી વાળા લોકો ભીડમાં ફસાયેલા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ બદ્રી વિશાલ લાલની જયઃ વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્યા બદ્રીનાથના દ્વાર

Back to top button