કેજરીવાલની આકરી ટીકાકાર સ્વાતી માલિવાલે નમતું ઝોખ્યું, પંજાબ માટે એક મહિનાના પગારનું આપ્યું બલિદાન

નવી દિલ્હીઃ 3 સપ્ટેમ્બર, 2025: Swati Maliwal: રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ અને તેમના પક્ષના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ વચ્ચેના સંબંધો કેવા છે તે કોઈથી છૂપાયેલું નથી. મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રીની હાજરીમાં કથિત રીતે મારપીટ થયા બાદ, સ્વાતિ સતત કેજરીવાલ વિરુદ્ધ વધુ અવાજ ઉઠાવી રહ્યા છે. બે દિવસ પહેલા જ તેમણે કેજરીવાલ પર ત્યાંની ભયંકર પરિસ્થિતિ દરમિયાન પંજાબ ન જવા બદલ નિશાન સાધ્યું હતું, પરંતુ આજે તેઓ પૂર્વ મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવેલી એક વાત સાથે સંમત થયા છે. સ્વાતિ માલીવાલ પૂર પીડિતોની મદદ માટે પોતાનો એક મહિનાનો પગાર દાન કરશે. તેમણે X પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી છે.
સ્વાતિ માલીવાલે સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
સ્વાતિ માલીવાલે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું કે, જ્યારે પણ દેશમાં કોઈ સંકટ આવે છે, ત્યારે પંજાબીઓ ખુલ્લા દિલે સેવા કરવા માટે આવે છે. આજે પંજાબ પૂરની ઝપેટમાં છે, ઘણું નુકસાન થયું છે. હું મારા એક મહિનાનો પગાર પંજાબના પૂર પીડિતો માટે દાન કરી રહી છું. આ ખૂબ જ નાની પહેલ છે પરંતુ મને આશા છે કે વધુ લોકો આ પહેલમાં જોડાશે. વાહેગુરુજી બધાને મદદ કરે.
देश में कहीं कोई संकट आए तो पंजाबी दिल खोलकर वहाँ सेवा करने पहुँचते हैं। आज पंजाब बाढ़ की चपेट में है, बहुत नुक़सान हुआ है।
मैं अपनी एक महीने की सैलरी पंजाब के बाढ़ पीड़ितों के लिए डोनेट कर रही हूँ। ये बहुत छोटी पहल है लेकिन मुझे उम्मीद है और लोग इस पहल से जुड़ेंगे। वाहेगुरु जी…
— Swati Maliwal (@SwatiJaiHind) September 3, 2025
એક મહિનાનો પગાર કરશે દાન
વધુમાં સ્વાતિ માલીવારે કહ્યું કે, સમગ્ર ઉત્તર ભારતમાં પૂર છે. ખાસ કરીને પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ અને કાશ્મીરમાં. પંજાબમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. ઘણા લોકોના જીવ ગયા છે અને સૌથી પહેલાં, હું મૃત્યુ પામેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપું છું. દિલ્હીમાં પણ પૂર જેવી સ્થિતિ વિકસી રહી છે. હું ITO, શાસ્ત્રી પાર્ક અને યમુના બજારમાં પણ ગઈ હતી, જ્યાં પાણીનું સ્તર ખૂબ વધી ગયું છે. સરકાર લોકોને બહાર કાઢી રહી છે, મેં જોયું છે કે તંબુ ગોઠવવામાં આવ્યા છે અને ખોરાક અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
કેજરીવાલે કરી હતી વિનંતી
નોંધનીય છે કે, આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મંગળવારે કહ્યું હતું કે, પાર્ટીના ધારાસભ્યો અને સાંસદો પૂરગ્રસ્ત રાજ્યને મદદ કરવા માટે પંજાબના મુખ્યમંત્રી રાહત ભંડોળમાં પોતાનો એક મહિનાનો પગાર દાન કરી રહ્યા છે. દિલ્હી, ગુજરાત, કાશ્મીર, ગોવા અને દેશભરના આમ આદમી પાર્ટીના તમામ સાંસદો અને ધારાસભ્યો પૂરગ્રસ્ત પરિવારોને મદદ કરવા માટે પંજાબના મુખ્યમંત્રી રાહત ભંડોળમાં પોતાના એક મહિનાનો પગાર દાન કરી રહ્યા છે. આજે આખો દેશ પંજાબની સાથે છે.
આ પણ વાંચોઃ ભારત પર શૂન્ય ટેરિફ કરી માફી માંગો, અમેરિકામાંથી જ ટ્રમ્પ વિરુદ્ધ ઉઠ્યો અવાજો












