ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

AAPને ઝટકો, રાજ્યસભાના અધ્યક્ષની 7 સાંસદોની ભાજપમાં એન્ટ્રીને મંજૂરી

RajyaSabha Chairman Approves 7 AAP MP: રાઘવ ચઢ્ઢાએ જ્યારથી આમ આદમી પાર્ટી (AAP) પાર્ટી છોડી છે ત્યારથી સતત નવા નવા અપડેટ આવી રહ્યા છે. રાઘવ ચઢ્ઢાએ આપ પાર્ટીને છોડીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. આ પછી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહે રાષ્ટ્રપતિને અરજી કરી હતી, જો કે હવે રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.

બીજેપીની સાંસદોની સંખ્યા 113 સુધી પહોંચી ગઈ

રાજ્યસભામાં AAPના રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદો ભાજપમાં જોડાયા બાદ બીજેપીની સાંસદોની સંખ્યા 113 સુધી પહોંચી ગઈ છે, જેમાં 5 રાષ્ટ્રપતિ દ્વારા મનોમીત સભ્યો પણ સામેલ છે. ભાજપમાં જે આમ આદમી પાર્ટીના સાંસદો સામેલ થયા છે તેમાં અશોક કુમાર મિત્તલ, રાઘવ ચઢ્ઢા, હરભજન સિંહ, સંદીપ કુમાર પાઠક, વિક્રમજીત સિંહ સાહની, સ્વાતિ માલીવાલ તેમજ રાજેન્દ્ર ગુપ્તા છે.

સાતેય સાંસદને ભાજપમાં સામેલ થવાના પ્રસ્તાવને મંજૂરી

હવે રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા આ સાતેય સાંસદને ભાજપમાં સામેલ થવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ અંગેનું નોટિફિકેશન પર જાહેર કરવામાં આવ્યું છે. હવે આમ આદમી પાર્ટી રાજ્યસભામાં માત્ર ત્રણ સભ્યો સુધી સીમિત રહી ગઈ છે, જેમાં સંજય સિંહ, નારાયણ દાસ ગુપ્તા અને સંત બલબીર સિંહનો સમાવેશ થાય છે. આ રાજકીય બદલાવને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓએ કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. સંજય સિંહે આ કાર્યવાહી કાયદા વિરુદ્ધ ગણાવી અને પક્ષ છોડનાર સભ્યોની સભ્યતા રદ કરવાની માંગણી કરી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પંજાબના મુખ્યમંત્રીએ રાઘવ ચડ્ઢા પર નિશાન સાધ્યું

સંજય સિંહના મતે આ પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન થયું છે. બીજી તરફ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ આ મુદ્દે કડક શબ્દોમાં વખોડીને પ્રતિક્રિયા આપતા રાઘવ ચડ્ઢા પર નિશાન સાધ્યું હતું. આ સમગ્ર ઘટનાએ રાજકારણમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે અને આવનારા સમયમાં તેના વ્યાપક રાજકીય પ્રભાવ જોવા મળી શકે છે.

આ પણ વાંચો : ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે સહમત, અમેરિકા સમક્ષ રાખી આ મોટી શરત
Back to top button