ગુજરાતટ્રેન્ડિંગ

સુરત: રક્ષાબંધનના દિવસે પાલિકાની ભેટ, બસમાં મહિલા-બાળકો વિના મૂલ્ય મુસાફરી કરી શકશે

  • સીટી અને બીઆરટીએસ બસમાં રક્ષાબંધનના દિવસે વિના મુલ્યે મુસાફરી
  • 15 વર્ષ સુધીના બાળકો પાલિકાની બસમાં વિના મુલ્યે મુસાફરી કરી શકશે
  • બીઆરટીએસના 13 રૂટ અને સીટી બસના 45 રૂટ છે

સુરત મહાનગરપાલિકાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકા સંચાલિત સીટી અને બીઆરટીએસ બસમાં રક્ષાબંધનના દિવસે વિના મુલ્યે મુસાફરીની જાહેરાત કરી છે. આગામી શનિવારે રક્ષાબંધન છે તે દિવસે બહેનો અને 15 વર્ષ સુધીના બાળકો પાલિકાની બસમાં વિના મુલ્યે મુસાફરી કરી શકશે આ તકનો લાભ લેવા માટે પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે અપીલ કરી છે.

બીઆરટીએસના 13 રૂટ અને સીટી બસના 45 રૂટ છે

સુરત પાલિકાએ એક યાદી જાહેર કરી છે તેમાં જણાવ્યું છે કે સુરત પાલિકા ભારતનો સૌથી લાંબો 108 કિલોમીટરનો બીઆરટીએસ રૂટ ધરાવે છે. બીઆરટીએસના 13 રૂટ અને સીટી બસના 45 રૂટ પર રોજ બે લાખથી વધુ મુસાફરો મુસાફરી કરે છે.

બીઆરટીએસ બસમાં રક્ષાબંધનના દિવસે વિના મુલ્યે મુસાફરી

સુરત પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષની સુચના મુજબ આગામી રક્ષાબંધનના દિવસે અંગત વર્ષની જેમ જ સુરત મહાનગરપાલિકાની બીઆરટીએસ અને સીટી બસમાં મહિલા અને બાળકોને વિના મુલ્યે મુસાફરી કરી શકશે. આગામી શનિવારે રક્ષાબંધન છે અને તે દિવસે સુરત મહાનગરપાલિકાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકા સંચાલિત સીટી અને બીઆરટીએસ બસમાં રક્ષાબંધનના દિવસે વિના મુલ્યે મુસાફરીની જાહેરાત કરી છે.

આ પણ વાંચો: સુરત: તિરંગા યાત્રાની તડામાર તૈયારી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહે તેવી શક્યતા

Back to top button