ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરત પાટીદાર સગીરાની છેડતી કેસમાં પોલીસને મળી મોટી કડી, વાયરલ ઓડિયોથી AAP પર ગંભીર આરોપ

Viral Audio: સુરતમાં સગીરાની છેડતીના આરોપી મહમ્મદ અઝીઝની ધરપકડ બાદ પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અનેક લોકોની પૂછપરછ તેમજ ગુપ્ત રાહે કરવામાં આવેલી તપાસમાં પોલીસને એક ખૂબ મોટી કડી મળી છે. આ તપાસમાં સમગ્ર મામલો આમ આદમી પાર્ટી દ્વારા પ્રિ-પ્લાન્ડ હોવાનો ખુલાસો થયો છે.

પોલીસને એક કોલ રેકોર્ડીંગ મળ્યું છે, જેમાં આમ આદમી પાર્ટીના સુરતના વોર્ડ નંબર 29 અલથાણના ઉમેદવાર જીવરામ પટેલના માણસનો સમાવેશ છે. આ માણસ એક વ્યક્તિ સાથે વાત કરીને તેને સૂચના આપે છે કે પોલીસે મહમ્મદને પકડી લીધો છે, તમારે જઈને તેને પોલીસની જીપમાંથી બહાર ખેંચીને હોબાળો કરવાનો છે.

આ કોલ રેકોર્ડીંગમાં જરા પણ ઢીલા ન પડવાની સતત સૂચના આપતા આ માણસે એવું પણ કહ્યું કે આ પછી ભાજપ કાર્યાલય તેમજ પોલીસ સ્ટેશન પર જઈને પણ હોબાળો કરવાનો છે. જેથી પાટીદારો આમ આદમી પાર્ટી તરફ વળે અને ભાજપને મોટું નુકસાન થાય.

સ્ફોટક ઓડિયોમાંથી સ્પષ્ટ જણાય છે કે છેલ્લા દિવસોમાં પાટીદારોને ભડકાવવા માટે આમ આદમી પાર્ટીએ આ સમગ્ર ઘટનાને ઊભી કરી છે. સ્ક્રિપ્ટ મુજબ જ આરોપીને જીપમાંથી બહાર કાઢીને પછી પોલીસ સ્ટેશનને ઘેરી લેવામાં આવ્યું હતું.

આ વિડીયોમાં વધુ એક સ્ફોટક માહિતી બહાર આવી છે કે જીવરામ પટેલના માણસે હાલ પકડાયેલા મોહમ્મદને છોડાવી લેવાની ખાતરી આપી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જીવરામભાઈને ઉપર સુધી વાત થઈ ગઈ છે.

ગુજરાતની શાંતિ જોખમીને સત્તા માટે આટલી હલકી કક્ષાનું રાજકારણ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત જોવા મળ્યું છે. જેમાં પાટીદારોની સહાનુભૂતિ મેળવવા માટે પાટીદારની જ દીકરીની આબરૂ હોમી દીધી છે.

આ વાઇરલ ઓડિયોથી રાજૂ કરપડાની ભવિષ્યવાણીને પણ સમર્થન મળ્યું છે. તેમણે અગાઉ ગુજરાતના લોકોને સાવધ કરતો વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી છેલ્લી ઘડીએ કોઈક મોટી ઘટના ઊભી કરશે જે સ્ક્રિપ્ટેડ હશે. છેલ્લા દિવસોમાં મોટી ઘટનાઓ કરવાની આમ આદમી પાર્ટીની કાયમી ફિતરત રહી છે. આ ઘટનાથી તેમની વાતને પણ સમર્થન મળ્યું છે.

HD News આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી.

 

View this post on Instagram

 

A post shared by Dream_Surat.❤️ (@sumit_05_gj)

આ પણ વાંચો: ગીર સોમનાથના જંગલમાં માત્ર એક જ મતદાર માટે આખું મતદાન મથક, હરિદાસબાપુએ કર્યું મતદાન

Back to top button