સુરત: કામરેજમાં 24 કરોડના ખર્ચે 6.60 કી.મી. લંબાઈના 4 રસ્તાના કામોને સરકારી મહોર

સુરત: કામરેજમાં 24 કરોડના ખર્ચે 6.60 કી.મી. લંબાઈના 4 રસ્તાના કામોને સરકારી મહોર
કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની રજૂઆતને રાજ્ય સરકારે કામરેજ આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો કરતા વિકાસપથ અંતર્ગત કામરેજ વિધાનસભા મતવિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ 2025-26 હેઠળ
(1)કામરેજ જંક્શન ટુ કામરેજ ટાઉન રોડ
(2)સેવણી ટુ વિહાણ રોડ
(3)તાપી રીવર ટુ બોંધાન એપ્રોચ રોડ
(4)નેશનલ હાઇવે પર આંબોલીથી કઠોર રોડ મળી કુલ રૂ.24.01 કરોડના ખર્ચે 6.60 કિ.મી. લંબાઈના 4 રસ્તાઓ બનાવાના કામની મંજૂરી મળી છે.
કામરેજના વ્યવસાયિક વિકાસને પણ બળ આપશે
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના પ્રયાસોથી કામરેજ વિધાનસભા વિસ્તાર શ્રેષ્ઠ સુવિધાઓ, આધુનિક માળખાકીય કાર્યો વ્યાપક બન્યા છે, ત્યારે નવા રસ્તાઓના નિર્માણથી કામરેજ વિધાનસભાના નાગરિકોને પરિવહન અને રોજિંદા કાર્યોમાં સરળતા સાથે ઉત્તમ માર્ગ સુવિધાઓ મળશે. આ માર્ગો કામરેજના વ્યવસાયિક વિકાસને પણ બળ આપશે
સ્થાનિક જનતાને વાહનવ્યવહાર થશે સરળતા: મંત્રી
આ અંગે ધારાસભ્ય પ્રફુલ પાનસેરીયા જણાવ્યું હતું કે સુરતના પ્રવેશદ્વાર સમાન કામરેજ અને તાલુકાના ગામોમાં વિકાસકામોને વેગ આપી રાજ્ય સરકારે બહોળી જનસુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે, ત્યારે વધુ 4 માર્ગ નિર્માણના વિકાસકાર્યોથી સ્થાનિક જનતાને વાહનવ્યવહાર અને આવાગમનમાં સરળતા થશે અને લોકસુવિધાઓમાં વધારો થશે.












