Court કોર્ટ-કચેરી-ન્યાયતંત્રટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘પ્રકૃતિ સાથે છેડછાડ કરી, હવે બદલો લઈ રહી છે…’ પંજાબ-ઉત્તરાખંડ જળ પ્રલય પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

નવી દિલ્હીઃ 4 સપ્ટેમ્બર, 2025: SC Statement on Flood: પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને દિલ્હી સહિત હાલ આખા ઉત્તર ભારત પૂરમાં તણાઇ રહ્યું છે. એવામાં સુપ્રીમ કોર્ટે રાજ્યોમાં વૃક્ષોને ગેરકાયદે કાપવા પર ચિંતા વ્યક્ત કરતા આકરી ટિપ્પણી કરી છે.

પ્રકૃતિ બદલો લે છેઃ CJI ગવઈ

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી. આર ગવઈએ કહ્યું કે, ‘અમે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પૂર અને ભૂસ્ખલનના અહેવાલો જોયા છે. મીડિયા અહેવાલો દર્શાવે છે કે પૂરમાં મોટા પ્રમાણમાં લાકડા ધોવાઈ ગયા છે. પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે વૃક્ષો ગેરકાયદે કાપવામાં આવ્યા છે. માણસોએ લાંબા સમયથી પ્રકૃતિનું શોષણ કર્યું છે અને હવે પ્રકૃતિ બદલો લઈ રહી છે.’

આપણે પ્રકૃતિ સાથે છેડછાડ કરી…

ચીફ જસ્ટિસે કહ્યું કે, ‘પંજાબમાં આખે આખા ગામ ખેતરના પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મીડિયા રિપોર્ટથી જાણ થાય છે કે, મોટા-મોટા ઝાડ અને ભારે ભરખમ લાકડાઓ નદીમાં તરી રહ્યા છે. દુર્ભાગ્યથી આપણે પ્રકૃતિ સાથે છેડછાડ કરી છે.’

સોલિસિટર જનરલે કહ્યું કે, આપણે કુદરત સાથે એટલી બધી છેડછાડ કરી છે કે, હવે કુદરત આપણને જવાબ આપી રહી છે. સોલિસિટર જનરલે કોર્ટને ખાતરી આપી કે તેઓ આ મુદ્દે પર્યાવરણ મંત્રાલયના સચિવ સાથે વાત કરશે અને તેઓ સંબંધિત રાજ્યોના મુખ્ય સચિવો સાથે વાત કરશે.

આ પણ વાંચોઃ ભારતના પડોશી દેશમાં Whats app, Facebook સહિતના 26 સોશિયલ મીડિયા પર પ્રતિબંધ

આ પણ વાંચોઃ ગુજરાત: Email ID હેક કરી, ડેટાનાં નામે રૂ. 80 લાખની માગણી કરતા ફરિયાદ

Back to top button